Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:37 - પવિત્ર બાઇબલ C.L.

37 પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો, તથા અમારા અર્પણો, ને સર્વ પ્રકારનાં વૃક્ષોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા ઈશ્વરના મંદિરની ઓરડીઓમાં, ને અમારી જમીનની ઊપજના દશાંશો લેવીઓ પાસે, લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 “અમે અમારા યાજકોને તથા દેવનાં મંદિરની ઓરડીમાં અમારા બાંધેલા લોટનો પહેલો ભાગ, અને દરેક વૃક્ષના ફળો, દ્રાક્ષારસ અને તેલનું અર્પણ લાવીશું. વળી અમારી ભૂમિની પેદાશમાંથી પ્રત્યેક વસ્તુનો દશમો ભાગ અમે લેવીઓ માટે લાવીશું. કારણ કે અમારા સર્વ દેશના નગરોમાંથી દશાંશ એકત્ર કરવાની જવાબદારી લેવીઓની છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:37
23 Iomraidhean Croise  

યહૂદિયાના રાજ્યનાં સર્વ નગરના રહેવાસીઓ તેમનાં ઢોરઢાંક અને ઘેટાંનો દશાંશ લાવ્યા. પ્રભુ તેમના ઈશ્વરને તેમણે સમર્પિત કરેલી ભેટો પણ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા.


મારા જાણવામાં આવ્યું કે મંદિરના સંગીતકારો અને બીજા લેવીઓ યરુશાલેમ છોડીને પોતપોતાનાં ખેતરોમાં પાછા જતા રહ્યા છે; કારણ, લોકોએ તેમને તેમના નિયત હિસ્સા આપ્યા નથી.


પછી સર્વ લોકો અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનાં તેમનાં દશાંશો મંદિરના ભંડારમાં લાવવા લાગ્યા.


તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.


મેં ઓરડાનું વિધિપૂર્વકનું શુદ્ધિકરણ કરવા અને તેમાં ઈશ્વરના મંદિરનાં પાત્રો, ધાન્ય-અર્પણો અને લોબાન મૂકવાનો હુકમ કર્યો.


ત્યારે તમારે પ્રથમ પ્રસવથી જન્મ પામનાર તમામનું પ્રભુને સમર્પણ કરવું. પ્રાણીઓના પ્રથમ જન્મેલા નર બચ્ચાનું પ્રભુને સમર્પણ કરવું. કારણ, તેઓ પ્રભુનાં છે.


“તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.”


દરેક કુટુંબે બે કિલો લોટમાં ખમીર ભેળવીને બનાવેલી બે રોટલીનું પ્રભુને નવી ફસલના પ્રથમ ફળ તરીકે અર્પણ કરવાનું છે.


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


હું તમને પૂછું છું: ઈશ્વરને છેતરવા એ યોગ્ય છે? ના, નથી; તોપણ તમે મને છેતરો છો. તમે પૂછશો, ‘કેવી રીતે?’ દશાંશો અને અર્પણો આપવા સંબંધમાં.


“ઇઝરાયલીઓ પોતાના પ્રથમ- જનિત પ્રાણી અને નર બાળકો મને અર્પણ કરે તે બધાં તારાં થશે. પરંતુ અશુધ પ્રાણીના પ્રથમ બચ્ચાંને અને માણસના પ્રથમજનિત નર બાળકને, તે જેમનાં હોય તેમની પાસેથી તમારે મુક્તિમૂલ્ય લઈ મુક્ત કરવાં.


પરંતુ તેમનું માંસ આરતીબલિની છાતીના ભાગની જેમ અને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિના જમણા બાવડાની જેમ તારું ગણાશે.


પ્રભુએ આરોનને કહ્યું, “લેવીઓ મુલાકાતમંડપમાં મારી સેવા કરે છે તેના બદલામાં ઇઝરાયલના સર્વ દશાંશ હું તેમના હિસ્સા તરીકે ઠરાવું છું.


અર્પવાની રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને અપાયેલો હોય, તો આખી રોટલીનો પૂરો કણક પવિત્ર છે. તેમ જ જો વૃક્ષનાં મૂળ અર્પિત થયેલાં હોય તો ડાળીઓ પણ પવિત્ર છે.


“તમારા ખેતરમાં દર વર્ષે થતી સઘળી પેદાશનો દશમો ભાગ તમારે અલગ કાઢવો.


એ ઉપરાંત તમારાં અનાજ, દ્રાક્ષાસવ, તેલ અને ઊનની પેદાશનો પ્રથમ હિસ્સો પણ તમારે તેમને આપવો.


ત્યારે તે દેશની ભૂમિમાંથી થયેલી તમારી બધી પેદાશનાં થોડાં પ્રથમફળ એક ટોપલીમાં લઈને તમારે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના નામની ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જવું.


Lean sinn:

Sanasan


Sanasan