Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:36 - પવિત્ર બાઇબલ C.L.

36 નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે અમે પ્રત્યેક અમારા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને યજ્ઞકારો પાસે મંદિરમાં લઈ જઈને તેનું ઈશ્વરને સમર્પણ કરીશું. અમે પ્રત્યેક અમારી ગાયોને જન્મેલા પ્રથમ વાછરડાનું અને અમારાં ઘેટાં અને બકરાંને જન્મેલાં પ્રથમ હલવાન કે બચ્ચાનું પણ સમર્પણ કરીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 વળી નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, મારા પુત્રોમાંના પ્રથમજનિત, અમારા જાનવરોનાં પ્રથમજનિત, અને અમારા ઢોરોનાં તથા અમારા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા ઈશ્વરના મંદિરમાં યાજકો પાસે લાવવા માટે પણ [ચિઠ્ઠીઓ નાખી].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 “વળી, નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારાં પુત્રોમાંના પ્રથમજનિત, અને પશુઓ અને ઢોરઢાંખરનાઁ તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાના મંદિરમાં, અમારા દેવના મંદિરનાં યાજકો પાસે લાવીશું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:36
14 Iomraidhean Croise  

એ આદેશ બહાર પડતાં જ ઇઝરાયલી લોકો અનાજ, દ્રાક્ષાસવ, ઓલિવ-તેલ, મધ અને અન્ય ખેતપેદાશોની ભેટ લાવ્યા. તેઓ પ્રત્યેક વસ્તુનો દશાંશ પણ લાવ્યા.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.


“તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.”


“દર વરસે તમારી કાપણીનું પ્રથમ ફળ તમારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવો. “ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફશો નહિ.


“પ્રત્યેક પ્રથમજનિત પુત્ર અને તમારાં પશુઓના પ્રથમજનિત નર મારા છે.


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


ખ્રિસ્તી સંદેશનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને સર્વ સારી બાબતોમાંથી ભાગ આપવો જોઈએ.


એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા,


Lean sinn:

Sanasan


Sanasan