Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:34 - પવિત્ર બાઇબલ C.L.

34 નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓના કુટંબો પ્રમાણે, દર વર્ષે ઠરાવેલે સમયે અમારા ઈશ્વરના મંદિરમાં લાકડાઓનાં અર્પણો લાવવા માટે, અમે, એટલે યાજકો, લેવીઓ તથા લોકોએ, [ચિઠ્ઠીઓ નાખી].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 “ત્યારબાદ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા દેવ યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં પરિવારો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા દેવના મંદિરમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે, યાજકો, લેવીઓ તથા લોકો વચ્ચે ચિઠ્ઠીઓ નાખી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:34
16 Iomraidhean Croise  

એલાઝાર અને ઇથામાર બન્‍નેના વંશજોમાં મંદિરના અધિકારીઓ અને આત્મિક આગેવાનો હોવાથી ચિઠ્ઠી નાખીને તેમની વહેંચણી કરવામાં આવી.


ઉપાડેલી ચિઠ્ઠીઓ પ્રમાણે ક્રમાનુસાર ચોવીસ કુટુંબ જૂથોને સેવાકાર્ય સોંપવામાં આવ્યું, જેમાં એલાઝાર અને ઇથામારનાં કુટુંબો વારાફરતી આવતાં. પ્રથમ ચિઠ્ઠી યહોયારિબ નીકળી, બીજી યદાયાની, ત્રીજી હારીમની, ચોથી સોરીમની, પાંચમી મલકિયાની, છઠ્ઠી મિયામીનની, સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, નવમી યેશૂઆની, દસમી શખાન્યાહની, અગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની, તેરમી હુપ્પાહની, ચોદમી યેશેબ્યાબની, પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, સત્તરમી હેઝીરની, અઢારમી હાપિસેસની, ઓગણીસમી પથાહિયાની, વીસમી યહઝિકેલની, એકવીસમી યાખીનની, બાવીસમી ગમૂલની, ત્રેવીસમી દલાયાહની અને ચોવીસમી માઝિયાની.


શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો.


તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં.


લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું.


બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી. હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.


જ્યારે બે સબળ પક્ષકારો વચ્ચે હિસ્સો વહેંચવામાં ઝઘડો થાય છે, ત્યારે ચિઠ્ઠી નાખીને ઝઘડાનો નિકાલ કરી શકાય છે.


લબાનોનનાં જંગલોનાં બધાં પ્રાણીઓ ઈશ્વરને બલિદાન ચડાવવા અને તેનાં વૃક્ષનાં લાકડાં વેદી પર બળતણને માટે બસ નથી.


“ઘઉંનો લોટ લઈ તેમાંથી એક કિલોની એક એવી બાર રોટલી બનાવ.


પછી તેને પ્રભુ સમક્ષ શુદ્ધ સોનાની મેજ પર છ છની બે હારમાં ગોઠવ.


પછી એ બે નામ માટે તેમણે ચિઠ્ઠીઓ નાખી. માથ્થીયસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ.


પણ તેણે તેમને ઇઝરાયલી લોકો માટે અને પ્રભુની વેદી માટે લાકડાં કાપવા તથા પાણી ભરવા દાસ બનાવ્યા. આજ દિન સુધી પ્રભુ ભજનને માટે પસંદ કરે તે સ્થળમાં તેઓ એ કામ કરતા આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan