Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:33 - પવિત્ર બાઇબલ C.L.

33 મંદિરની સેવાભક્તિ માટે અમે નીચેની વસ્તુઓ પૂરી પાડીશું: પવિત્ર રોટલી, નિત્યનું ધાન્ય-અર્પણ, પ્રતિદિન દહન કરવા માટેનાં બલિદાન, સાબ્બાથોનાં, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં તથા અન્ય પર્વોનાં પવિત્ર અર્પણો, અન્ય પવિત્ર અર્પણો, ઇઝરાયલનાં પાપના નિવારણ માટેનાં અર્પણો અને મંદિર માટે જરૂરી એવી અન્ય બધી સાધન સામગ્રી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અર્પણ કરવાની રોટલીને માટે, અને નિત્યના ખાદ્યાર્પણને માટે, સાબ્બાથોના અને ચંન્દ્રદર્શનના નિત્યના દહનીયાર્પણને માટે, તેમજ નિયુક્ત પર્વોને માટે, તથા પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવાને પાપાર્થાર્પણોને માટે, તથા અમારા ઈશ્વરના મંદિરનાં સર્વ કાર્યોને માટે, [આપવાનો નિયમ ઠરાવ્યો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારનાં દહનીયાર્પણો માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલાં પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થાર્પણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 પવિત્ર રોટલી, નિત્યના ખાદ્યાર્પણો માટે, નિત્યના દહનાર્પણો માટે, સાબ્બાથ અને ચંદ્રદર્શન માટે, તે ઉત્સવો માટે જે ઉજવવા માટે અમને નિયમશાસ્રમાં જણાવાયું છે, અને પવિત્ર અર્પણો માટે પૈસાની જરૂર છે, આ ઇસ્રાએલ માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાપણો અને દેવના મંદિરનાં સર્વ કામો કરવા માટે જરૂરી છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:33
7 Iomraidhean Croise  

મારા ઈશ્વર પ્રભુના સન્માનાર્થે હું મંદિર બંધાવું છું. એ પવિત્રસ્થાનમાં હું અને મારા લોક સુગંધીદ્રવ્યોનો ધૂપ બાળીને તેમની ભક્તિ કરીશું, અને ત્યાં જ પ્રભુ અમારા ઈશ્વરના સન્માનાર્થે રોજ સવાર-સાંજ, પ્રત્યેક સાબ્બાથે, ચાંદ્રમાસના પ્રથમ દિવસે અને બીજા પવિત્ર દિવસોએ દહનબલિ ચઢાવીશું. તેમણે હમેશાં એમ કરવાની ઇઝરાયલને આજ્ઞા આપી છે.


ઇઝરાયલી લોકો પાસેથી આ રકમ તેમના પ્રાયશ્ર્વિતના મૂલ્ય તરીકે ઉઘરાવવી અને તેનો ઉપયોગ મુલાકાતમંડપના સેવાકાર્ય માટે કરવો. એ રકમ તો તેમના જીવના પ્રાયશ્ર્વિતનું મૂલ્ય છે; એને લીધે હું તેમનું રક્ષણ કરવાનું યાદ રાખીશ.”


આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો.


દરેક યહૂદી યજ્ઞકાર ઊભો રહીને પોતાની સેવા દરરોજ બજાવે છે અને એકનાં એક બલિદાનો ઘણીવાર આપે છે. પરંતુ આ બલિદાનો કદી પાપ દૂર કરી શકે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan