નહેમ્યા 10:31 - પવિત્ર બાઇબલ C.L.31 પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 જો દેશના લોકો સાબ્બાથ દિવસે માલ કે કંઇ ખાવાનું વેચવા આવે, તો સાબ્બાથે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદ કરવું નહિ; અને સાતમે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું. Faic an caibideilપવિત્ર બાઈબલ31 “વળી જો ભૂમિના લોકો કંઇ વેચવા માટે અથવા અનાજ લાવશે, તો અમે તે સાબ્બાથના દિવસે કે બીજા કોઇ પવિત્ર દિવસે ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે ભૂમિને ખેડશું નહિ અને અમારું બધું લેણું માફ કરીશું. Faic an caibideil |