નહેમ્યા 10:29 - પવિત્ર બાઇબલ C.L.29 આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો, અને પ્રતિજ્ઞા લીધી કે, “ઈશ્વરના સેવક મૂસાની મારફત અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું. Faic an caibideilપવિત્ર બાઈબલ29 તેઓએ પોતાના સગાંવહાંલા અને ઉમરાવો સાથે મળીને, દેવના નિયમ પ્રમાણે ચાલવાના સમ ખાધા, જે દેવના સેવક મૂસાએ આપ્યા હતા કે, અમે યહોવા અમારા દેવની આજ્ઞા અને નિયમોનું આદેશ અનુસાર પાલન કરીશું અને તેમના હુકમોને માનીશું. Faic an caibideil |
દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકોનાં ગોત્રોની યાદી નીચે મુજબ છે: સીહા, હસૂફા, ટાબ્બાઓથ; કેરોસ, સીઆ, પાદોન; લબાના, હગાબા, સાલ્માય; હાનાન, ગિદ્દેલ, ગાહાર; રઆયા, રસીન, નકોદા; ગાઝઝામ, ઉઝઝા, પાસેઆ; બેસાય, મેઉનીમ, નફૂશશીમ; બાકબૂક, હાકૂફા, હાર્હૂર; બાસ્લીથ, મહિદા, હાર્શા; બાર્કોસ, સીસરા, તેમા; નસીઆ, હટીશ.