Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:28 - પવિત્ર બાઇબલ C.L.

28 અમે ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, મંદિરના સંગીતકારો, મંદિરના સેવકો અને ઈશ્વરના નિયમને આધીન થઈને જેમણે અમારા દેશમાં વસતી પરપ્રજાઓથી અલગ કર્યા છે એવા અમે સૌ, અમારી પત્નીઓ અને અમારાં સમજણાં એવાં બધાં સંતાનો સહિત,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ, તથા જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે દેશોના લોકોથી અલગ થયા હતા, તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, જે સર્વ જાણી શકે તથા સમજી શકે એવાં હતાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, મંદિરના સેવકો અને તે દરેક જેણે ભૂમિના લોકોથી પોતાને જુદા પાડ્યાં હતાં, તેમની પત્નીઓ, તેમના પુત્રો, અને પુત્રીઓ સાથે અને જેમનામાં જ્ઞાન અને સમજણ છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:28
16 Iomraidhean Croise  

યજ્ઞકારો, લેવીઓ અને કેટલાક લોકો યરુશાલેમમાં કે તેની નજીકમાં વસ્યા; સંગીતકારો, મંદિરના સંરક્ષકો અને મંદિરના સેવકો નજીકના નગરોમાં વસ્યા; જ્યારે બાકીના ઇઝરાયલીઓ પોતપોતાના વતનનાં નગરોમાં જઈ વસ્યા.


દેશનિકાલમાંથી પાછા આવેલા બધા લોકોએ તથા દેશમાં આસપાસ વસતા વિધર્મીઓની મૂર્તિપૂજા તથા અમંગળ આચરણોથી પોતાને શુદ્ધ કરી ઇઝરાયલના ઈશ્વરની ભક્તિમાં સામેલ થયા હતા તેવા સૌએ પાસ્ખાયજ્ઞના અર્પણનું ભોજન કર્યું.


જ્યારે ઇઝરાયલી લોકોએ એ વાંચ્યું ત્યારે તેમણે સમાજમાંથી બધા વિદેશીઓને દૂર કર્યા.


તેથી સ્ત્રી, પુરુષો અને સાંભળીને સમજી શકે તેવાં બાળકો જ્યાં એકત્ર થયાં હતાં ત્યાં એઝરા એ પુસ્તક લઈ આવ્યો.


સર્વ પરદેશીઓ સાથેના સંબંધથી હવે તેઓ અલગ થઈ ગયા હતા. તેઓ ઊભા થયા અને તેમનાં તથા તેમના પૂર્વજોનાં પાપની કબૂલાત કરવા લાગ્યા.


કારણ, ઈશ્વર સમસ્ત પૃથ્વીના રાજા છે. સુંદર ગીતો રચીને તેમની સ્તુતિ ગાઓ.


વિચારીને બોલ, અને ઈશ્વર આગળ ઉતાવળથી વચનો ન આપ. ઈશ્વર આકાશમાં છે ને તું પૃથ્વી પર; તેથી તારે કહેવાનું હોય તેથી વિશેષ કંઈ ન કહે.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


મેં તમને મારા વચન પ્રમાણે દૂધ અને મધની રેલમછેલવાળો ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું અને બીજી પ્રજાઓથી મેં તમને અલગ કર્યાં છે.


ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan