Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એ ખબર મેં સાંભળી ત્ચારે હું બેસીને રડ્યો, ને કટલાક દિવસ સુધી મેં શોક કર્યો, આકાશના ઈશ્વરની આગળ મેં ઉપવાસ સહિત પ્રાર્થના કરી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જયારે એ સમાચાર મેં સાંભળ્યાં ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડવા લાગ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો. અને ઉપવાસ કરીને આકાશના દેવ સમક્ષ મેં પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 1:4
22 Iomraidhean Croise  

બાળક સાજું થાય તે માટે દાવિદે ઈશ્વરને પ્રાર્થના કરી. તેણે કંઈ પણ ખાવાનો ઇનકાર કર્યો. તે રાત્રે પોતાની ઓરડીમાં જતો અને જમીન પર પડી રહીને રાત પસાર કરતો.


(શલોમોને 2.2 ચોરસમીટરની 1.3 મીટર ઊંચી તાંબાની બાજઠ બનાવડાવી હતી. તેને ચોકની મધ્યમાં મૂકી હતી. એ બાજઠ ઉપર ચઢીને સૌ જોઈ શકે તેમ તેણે ધૂંટણિયે પડીને હાથ પ્રસારી પ્રાર્થના કરી.)


તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


એઝરા મંદિર આગળ ભૂમિ પર નતમસ્તકે ધૂંટણિયે પડીને રડતાં રડતાં પ્રાર્થના કર્યા કરતો હતો અને પાપની કબૂલાત કરતો હતો ત્યારે ઇઝરાયલી સ્ત્રી, પુરુષો અને બાળકોનો મોટો સમુદાય તેની આસપાસ એકત્ર થયેલો હતો. તેઓ પણ ભારે વિલાપ કરતાં હતાં.


એ સાંભળીને મેં મારાં વસ્ત્ર તથા ઝભ્ભો ફાડયાં, માથા અને દાઢીના વાળ ફાંસી નાખ્યા અને આઘાત પામીને બેસી પડયો.


સાંજનાં બલિદાનના સમયે ફાટેલાં વસ્ત્ર અને ઝભ્ભામાં જ શોકમાં ને શોકમાં મેં પ્રાર્થનામાં ધૂંટણિયે પડીને મારા ઈશ્વર પ્રભુ તરફ મારા હાથ પ્રસાર્યા.


મેં જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા અપાવશે. અમે તેમના સેવકો છીએ અને અમે પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીશું. પણ યરુશાલેમમાં તમારો કોઈ ભાગ, હક્ક કે દાવો નથી તે જાણી લેજો.”


રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


જ્યારે પ્રભુ સિયોનનગરને ફરીથી બાંધશે ત્યારે તેમનું ગૌરવ પ્રગટ થશે; ત્યારે દેશો યાહવેના નામથી અને પૃથ્વીના સર્વ રાજાઓ તેમના ગૌરવથી ભયભીત થશે.


આકાશના ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


બેબિલોનમાં નદીઓને કાંઠે અમે બેઠા; ત્યારે સિયોનની યાદ આવી જતાં અમે રડી પડયા.


તે વખતે હું ત્રણ સપ્તાહથી શોક પાળી રહ્યો હતો.


તેણે તેમને કહ્યું કે આકાશના ઈશ્વરને પ્રાર્થના કરો કે તે દયા કરીને તેમની સમક્ષ સ્વપ્નનો અર્થ પ્રગટ કરે, કે જેથી બેબિલોનના અન્ય જ્ઞાનીઓ સાથે તેઓ પણ માર્યા ન જાય.


મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.


યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.”


તે ગાયન કરશે અને તારે લીધે પર્વોત્સવના આનંદ જેવા આનંદથી હરખાશે.” પ્રભુ કહે છે, “મેં આવી પડનાર દુર્દશાની ધાકનો અંત આણ્યો છે અને તારું લાંછન દૂર કર્યું છે.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


Lean sinn:

Sanasan


Sanasan