નહેમ્યા 1:3 - પવિત્ર બાઇબલ C.L.3 તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેઓએ મને કહ્યું, “બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓએ મને કહ્યું કે, “બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેઓએ મને કહ્યું કે, “જેઓ બચી ગયા હતા અને જે પ્રાંતમાં રહે છે તેઓ ખૂબ મુશ્કેલીમાં છે. યરૂશાલેમની આજુબાજુની દીવાલમાં ભંગાણ પડી ગયા છે, અને દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.” Faic an caibideil |
વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”