Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 યહૂદિયાથી મારો એક ભાઈ હનાની અને બીજા કેટલાક માણસો ત્યાં આવ્યા. મેં તેમને યરુશાલેમ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા શેષ લોકોના સમાચાર પૂછયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મારા ભાઈઓમાનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો, ત્યાં આવ્યા; અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા, તેઓ વિષે તથા યરુશાલેમ વિષે મેં તેમને પૂછ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા ભાઈઓમાંનો એક, હનાની, યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરુશાલેમ વિષે પૂછ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહૂદાથી મારા એક સગાવહાલા હનાની યહૂદિયાના બીજા કેટલાક માણસો સાથે આવ્યો; અને બંદીવાસમાંથી બચેલાઓમાંના જે યહૂદીઓ હતા, તેઓ તથા યરૂશાલેમ વિષે મેં તેમને પૂછયું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 1:2
12 Iomraidhean Croise  

સિદ્દીમના ખીણપ્રદેશમાં ડામરના ઘણા ખાડા હતા. સદોમ અને ગમોરાના રાજાઓ નાસી છૂટતી વખતે તે ખાડાઓમાં પડયા જ્યારે બાકીના પર્વતોમાં નાસી ગયા.


નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા.


પણ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા.


તો પછી અમે કેવી રીતે તમારી આજ્ઞાઓ ઉથાપીને આ દુષ્ટ લોકો સાથે લગ્નસંબંધ બાંધી શકીએ? જો અમે એમ કરીએ તો તમે અતિશય કોપાયમાન થઈને અમારો એવો વિનાશ કરશો કે કોઈ બચી જઈને બાકી રહે નહિ.


યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો.


યહૂદિયાના બાકી રહી ગયેલા લોકોમાંથી જેઓ ઇજિપ્ત દેશમાં વસવા માટે આવ્યા છે તેમનામાંથી કોઈ નાસી છૂટશે નહિ કે બચી શકશે નહિ. તેઓ યહૂદિયાના પ્રદેશમાં પાછા જઈને વસવા માટે અતિશય ઝૂરે છે, પણ તેઓ પાછા જઈ શકશે નહિ. તેઓમાંથી જેઓ ત્યાંથી નીકળી જાય એ સિવાય બીજું કોઈ પાછું જવા પામશે નહિ.”


તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.


જેઓ બચી જશે તેઓ ગભરાટમાં નાસી છૂટેલાં ખીણનાં પારેવાંની જેમ પર્વતો પર ભાગી છૂટશે. તેઓ સૌ પોતાનાં પાપને લીધે વિલાપમાં ઝૂરશે.


Lean sinn:

Sanasan


Sanasan