Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 1:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે યહોવાહ, હું વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભયસહિત આનંદ માને છે, તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો. અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો.” મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 1:11
27 Iomraidhean Croise  

“આજે હું પેલા ઝરા પાસે આવીને બોલ્યો, ‘મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, મારા આ પ્રવાસને તમે સફળ બનાવવાના હો,


મને મારા ભાઈ એસાવના હાથમાંથી બચાવો, કારણ, મને તેની બીક લાગે છે. કદાચ, તે આવીને મને તેમ જ મારી પત્નીઓ અને બાળકોને પણ મારી નાખે.


ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”


થોડા દિવસ પછી એવું બન્યું કે ઇજિપ્તના રાજાના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ તથા મુખ્ય રસોઈયાએ રાજાનો અપરાધ કર્યો.


તેથી ફેરો પોતાના એ બન્‍ને અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી પર તથા મુખ્ય રસોઈયા પર ક્રોધે ભરાયો.


તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને અને મુખ્ય રસોઈયાને મુક્ત કરીને તે સૌની સમક્ષ હાજર કર્યા. તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને ફરીથી તેના સ્થાને નીમ્યો અને તેણે ફેરોના હાથમાં પ્યાલો આપ્યો. પણ મુખ્ય રસોઈયાને તેણે ફાંસીએ લટકાવી દીધો.


છતાં દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને યાદ કર્યો નહિ; પણ તેને ભૂલી ગયો.


પછી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ ફેરોને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે. તમે તમારા દાસો પર ક્રોધે ભરાયા હતા, અને તમે મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં આવેલી જેલમાં પૂર્યા હતા.


સર્વસમર્થ ઈશ્વર તમને એ માણસની દૃષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારે મારાં બાળકો ગુમાવવાં પડે.”


“હવે, ઓ પ્રભુ, અમારા તરફ જુઓ અને આ સ્થાનમાં કરાયેલી પ્રાર્થનાઓ સાંભળો.”


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારી પ્રાર્થના સાંભળો. કારણ, તમારા સેવકો એટલે ઇઝરાયલી પ્રજા માટે હું રાતદિવસ પ્રાર્થના કરું છું. હું કબૂલ કરું છું કે અમે ઇઝરાયલી લોકોએ પાપ કર્યું છે; મારા પૂર્વજોએ અને મેં પાપ કર્યું છે.


આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે નિસાન માસમાં, એક વાર તે મદિરાપાન કરી રહ્યો હતો અને મેં તેમને દ્રાક્ષાસવનો પ્યાલો આપ્યો. તેમણે મને અગાઉ ક્યારેય ગમગીન જોયો નહોતો.


મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


ઈશ્વરના લોકને બંદિવાન બનાવનારાનાં હૃદયોમાં તેમને માટે દયા પ્રગટાવી.


હે પ્રભુ, મારો સાદ સાંભળો; દયા માટેની મારી યાચના પ્રત્યે તમારા કાન દો.


હે ઈશ્વર, તમે મારી માનતાઓ સાંભળી છે; તમારા ભક્તોને મળતો વારસો તમે મને આપ્યો છે.


હે પ્રભુ, મારી પ્રાર્થના પર કાન ધરો; સહાય માટેની મારી આજીજી પર લક્ષ દો.


કારણ, તમે વિદ્યાનો સતત તિરસ્કાર કર્યો છે, અને પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર રાખ્યો નથી.


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


હું તમારા પર દયા દર્શાવું છું, તેથી તે પણ તમારા પર દયા દાખવશે, અને તમને તમારા વતનમાં પાછા જવા દેશે.”


પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી.


અમારે માટે હંમેશાં પ્રાર્થના કરો. અમને ખાતરી છે કે અમારું અંત:કરણ શુદ્ધ છે. કારણ, અમે હંમેશાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan