Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 નિનવે, તું પણ ઘેનભરી ઘેરી નિદ્રામાં પડશે. તું પણ તારા દુશ્મનોના હાથમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 [નિનવે] , તું પણ છાકટું બનશે, તું છુપાઈ જશે. તું પણ શત્રુને લીધે આશ્રયસ્થળ શોધશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 નિનવેહ પણ પીધેલાની માફક લથડીયાં ખાશે અને ભયભીત બની શત્રુઓથી સંતાઇ જશે. અને તું પણ શત્રુને લીધે આશ્રયસ્થળ શોધશે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 3:11
19 Iomraidhean Croise  

પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે.


પ્રભુના રોષથી તથા તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જાઓ.


પ્રભુ પૃથ્વીને કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી અને તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા લોકો પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે.


મૂર્ખાઈ કરો અને મૂર્ખ બનો. આંખો ફોડીને આંધળા બનો. દ્રાક્ષાસવ પીધા વિના પીધેલા બનો. દારૂ પીધા વિના લથડિયાં ખાઓ.


હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”


મેં મારા ક્રોધમાં બધા લોકોને કચડી નાખ્યા અને તેમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા. મેં તેમનું રક્ત જમીન પર રેડી દીધું.”


યહૂદિયામાં ઘોષણા કરાવો, યરુશાલેમ નગરમાં સમાચાર ફેલાવો, અને સમગ્ર દેશમાં યુદ્ધનાદનું રણશિંગડું વગાડો અને મોટેથી પોકારીને કહો, ‘સૌ એકઠા થઈને કિલ્લેબંધ નગરોમાં આશરો લો.’


હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે.


લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે.


ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!”


જો તેઓ કોર્મેલના શિખર પર સંતાઈ જાય તોપણ હું તેમને શોધીને પકડી પાડીશ. જો તેઓ મારી નજર આગળથી સમુદ્રને તળિયે સંતાઈ જાય તો હું દરિયાઈ રાક્ષસી સર્પને આજ્ઞા કરીશ કે તે તેમને કરડી ખાય.


તેઓ સાપની જેમ ધૂળમાં પેટે ચાલશે. ભારે ભય અને ધ્રુજારી સાથે તેઓ તેમના કિલ્લાઓમાંથી બહાર નીકળી આવશે. તેઓ બીકથી ઈશ્વર આપણા પ્રભુ તરફ ફરશે.


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


નિનવે, તારા પર આક્રમણ થાય છે. તને તોડીફોડીને તારા ભૂક્કા બોલાવી દેનાર વિનાશક આવી ચૂક્યો છે. તારી સંરક્ષણ હરોળો સંભાળ! રસ્તાઓ પર ચોકીપહેરો ગોઠવ! યુદ્ધ માટે સજ્જ થા!


ત્યારે લોકો પર્વતોને કહેશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને સંતાડો!’


ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા.


તેથી તેઓ પલિસ્તીઓની નજરે પડયા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જુઓ, ગુફાઓમાં સંતાઈ ગયેલા કેટલાક હિબ્રૂ હવે બહાર આવે છે!”


Lean sinn:

Sanasan


Sanasan