Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:9 - પવિત્ર બાઇબલ C.L.

9 રૂપું લૂંટો! સોનું લૂંટો! અરે, શહેર તો કીમતી ખજાનાથી ભરપૂર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમે રૂપું લૂંટી લો, સોનું લૂંટી લો, માલ ખજાનાનો પાર નથી, સરસામાનની કિંમતી વસ્તુઓનો અખૂટ ભંડાર છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સુંદર વસ્તુઓનો ગૌરવનો ત્યાં કોઈ અંત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તમે ચાંદી લૂંટો! સોનુ લૂંટો! કિમતી ઝવેરાત ખજાનાનો કોઇ પાર નથી. અઢળક ધનસંપત્તિ લઇ જવામાં આવી રહી છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:9
12 Iomraidhean Croise  

વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો.


હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે.


જુવાન તીડોનાં ટોળાં પાક પર ઊતરી પડીને તેને સફાચટ કરી નાખે તેમ હે પ્રજાઓ, તમારી માલમિલક્ત તરાપ મારી લૂંટી લેવાશે.


ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો.


પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.”


તેઓ બેબિલોનનો વિનાશ કરવા આવેલા છે. તેના સૈનિકો કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્યોને ભાંગી નાખવામાં આવ્યાં છે. હું ભૂંડાને સજા કરનાર ઈશ્વર છું અને બેબિલોનને યોગ્ય સજા કરીશ.


તારા શત્રુઓ તારી ધનસંપત્તિ લૂંટી લેશે, તારી માલમતા છીનવી લેશે. તેઓ તારો કોટ તોડી પાડશે અને તારાં ભવ્ય મકાનોનો નાશ કરશે. તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી ઉપાડીને દરિયામાં નાખી દેશે.


તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે.


ઠંડા દિવસે દીવાલની બખોલોમાં તીડો ભરાઈ રહે, પણ સૂર્ય ઊગતાંની સાથે જ જેમ તેઓ ઊડી જાય છે અને તેમનો પત્તો લાગતો નથી, તેમ તારા સેનાનાયકો લાપતા બન્યા છે.


અને કહેશે, “ઓ મહાનગરી તને હાય હાય! તે તો અળસીના શ્વેત રેસાનાં, જાંબુડી અને લાલ રંગના વસ્ત્રો જ પહેરતી તથા સોનાથી, ઝવેરાતથી અને મોતીથી પોતાને શણગારતી હતી!


Lean sinn:

Sanasan


Sanasan