Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 સેનાનાયકોને યુદ્ધે ચઢવાનું ફરમાન થયું છે; પણ તેઓ આગેકૂચ કરતાં ઠોકર ખાય છે. હલ્લો કરનારા કોટ ઉપર ધસારો કરે છે અને કોટભંજક યંત્રો માટે આડશ ઊભી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે પોતાના શૂરવીરોને એક્ત્ર કરીને ગોઠવે છે. તેઓ કૂચ કરતાં ઠોકર ખાય છે. તેઓ તેના કોટ પર ધસે છે, ને આચ્છાદાન તૈયાર કરવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે પોતાના અધિકારીઓને ગોઠવે છે; તેઓ કૂચ કરતા ઠોકર ખાય છે, તેઓ કોટ પર હુમલો કરવા આગળ ધસે છે. હુમલો કરનારાઓથી રક્ષણ મેળવવા ભાલા તૈયાર કરવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ચુનંદા યોદ્ધાઓને તેડાવવામાં આવ્યા છે; તેઓ ઠોકર ખાતા દોડતા આવે છે, તેઓ કોટ તરફ આગળ વધી રહ્યાં છે અને હુમલો કરવાના શસ્ત્રો ગોઠવી દે છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:5
9 Iomraidhean Croise  

દર્શનમાં મિજબાની તૈયાર કરવામાં આવી છે. પાથરણાં બિછાવવામાં આવ્યાં છે. તેઓ ખાઈપી રહ્યા છે. એવામાં અચાનક આદેશ અપાય છે, “હે લશ્કરી અમલદારો, તમારી ઢાલોને તેલ લગાવીને તૈયાર કરો!”


તેમનામાંનો કોઈ થાક્તો નથી કે કોઈ ઠોકર ખાતો નથી કે કોઈ ઝોકાં ખાતો નથી કે ઊંઘતો નથી. તેમનામાંના કોઈનો કમરપટ્ટો છૂટી ગયો નથી કે કોઈનું પગરખું તૂટી ગયું નથી.


ઘણી પ્રજાઓએ તમારી નામોશી વિષે સાંભળ્યું છે, તમારા રુદનનો અવાજ આખી દુનિયામાં ફેલાયો છે. સૈનિકો એકબીજા સાથે અથડાય છે અને તેઓ બન્‍ને જમીન પર પટક્ય છે!


પ્રભુ કહે છે, “ધનુર્ધારીઓને બેબિલોન પર તીરનો મારો ચલાવવાનું કહો. જે કોઈને ધનુષ્ય અને તીર ચલાવતા આવડતું હોય તેવા દરેકને મોકલી આપો. ચારેબાજુથી નગરને ઘેરો ઘાલો અને કોઈને છટકી જવા દેશો નહિ; તેને તેનાં કાર્યોનો બદલો આપો. તેણે જેવી બીજાની દશા કરી હતી એવી જ દશા તેની પણ કરો. કારણ, તેણે મારી એટલે ઇઝરાયલના પવિત્ર પ્રભુ વિરુદ્ધ તુમાખી દાખવી હતી.


નદીઓ પરના દરવાજા જોરથી ખૂલી ગયા છે અને મહેલમાં ગભરાટ ફેલાઈ ગયો છે.


હે આશ્શૂરના સમ્રાટ, તારા રાજ્યપાલો મૃત્યુ પામ્યા છે અને તારા અમીર ઉમરાવો સદાને માટે પોઢી ગયા છે! તારા લોકો પર્વતો ઉપર વિખેરાઈ ગયા છે અને તેમને ઘેર પાછા લાવનાર કોઈ રહ્યું નથી.


ઘોડેસવારો ધસી જાય છે. તલવારો ઝગારા મારે છે, ભાલાઓ ચમકે છે. અસંખ્ય માનવી માર્યા જાય છે, મુડદાંના ઢગ ખડક્ય છે. માણસો તેમાં ઠોકર ખાય છે.


તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan