Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેમના રથો ઝંઝાવાતી ગતિથી શેરીઓમાં થઈને પસાર થાય છે. તેઓ શહેરનાં ચોકચૌટાઓમાં આમતેમ ઝડપથી ફરી રહ્યા છે. તેઓ મશાલોની પેઠે ઝળહળી રહ્યા છે અને વીજળીવેગે ધસી રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રથો શેરીઓમાં ઘૂમાઘૂમ કરે છે, ચોકોમાં તેઓ એકબીજાની સાથે અથડાય છે; તેમનો દેખાવ મશાલોના જેવો છે, તેઓ વીજળીઓની જેમ દોડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 શેરીઓમાં રથો ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે; તેઓ ચોકમાં એકબીજાની સામે અથડાય છે. તેમનો દેખાવ મશાલના જેવો છે અને તેઓ વીજળીની પેઠે દોડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 રથો ગલીઓમાં ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે. તેઓ ચોકમાં ઉપર નીચે ઉતાવળે ઘસી રહ્યાં છે સળગતી મશાલની જેમ દોડે છે અને વીજળીની જેમ જ્યાં ત્યાં ત્રાટકવાના હોય તેવા દેખાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:4
10 Iomraidhean Croise  

હિમ પડે ત્યારે પણ તેને કંઈ ચિંતા હોતી નથી; કારણ, તેના પરિવારના સભ્યો માટે ઊનનાં વસ્ત્રો છે.


તારા સંદેશકો મારફતે તેં પ્રભુની નિંદા કર્યે રાખી છે. વળી, તેં કહ્યું છે કે, ‘મેં મારા રથોથી ઊંચા પર્વતો અને લબાનોનના ઊંચા શિખરો સર કર્યાં છે. ત્યાંનાં ઊંચાં ઊંચાં ગંધતરુઓ અને દેવદારનાં ઉત્તમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. હું તેના સૌથી છેવાડાનાં શિખરો પરનાં ગાઢ જંગલોમાં પહોંચી ગયો છું.


પ્રભુ અગ્નિ સહિત આવશે. તેમના રથો વંટોળિયા જેવા છે. તે અતિ જુસ્સામાં પોતાનો રોષ ઠાલવશે અને અગ્નિની જ્વાળાઓથી તે ધમકી દેશે.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


હે ઘોડેસ્વારો, આગેકૂચ કરો! રથો મારી મૂકો! સૈનિકો આક્રમણ કરો! કુશ અને પુટના ઢાલધારીઓ અને લૂદના પ્રવીણ ધનુર્ધારીઓ, આગળ વધો!


તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે.


તેમના ઘોડાઓ દોડવાથી ઊડેલી ધૂળની ડમરીઓથી તું ઢંકાઈ જશે અને જ્યારે તેઓ તારા પ્રવેશદ્વારોમાં થઈને પસાર થશે ત્યારે ઘોડેસ્વારોના અશ્વોના, ગાડાંના અને રથોના ધમધમાટથી તારો કોટ ધ્રૂજી ઊઠશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


Lean sinn:

Sanasan


Sanasan