Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 દુશ્મનના સૈનિકોએ કિરમજી ગણવેશ ધારણ કર્યો છે, અને તેમની પાસે લાલ ઢાલો છે. તેઓ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે! તેમના રથ અગ્નિની જેમ ઝગારા મારે છે. તેમના ઘોડા આગળ વધવા અધીરા બન્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તેના યોદ્ધાઓની ઢાલ રાતી કરવામાં આવી છે, શૂરવીરોએ કિરમજી [પોશાક] પહેર્યો છે. તેની તૈયારીને દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, ને ભાલાઓ ભયંકર રીતે હલાવવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે. અતિ શકિતશાળી માણસો લાલ રંગના પોષાકમાં છે. ચમકારા મારતા તેના રથો યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યા છે. તેમના વૃક્ષો હલાવાઇ રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:3
13 Iomraidhean Croise  

તેની પીઠ પર બાણના ભાથાનો ખણખણાટ છે, અને ભાલાઓ તથા બરછીઓ ચમકે છે.


જંગલી ડુક્કર તેને ભેલાડે છે, અને વનપશુઓ તેને ચરી ખાય છે.


દેવદાર, અને લબાનોનનાં ગંધતરુ આનંદ કરતાં કહે છે, ‘તને કબરમાં ઉતારી દેવામાં આવ્યો ત્યારથી કોઈ કઠિયારો અમને કાપવા આવ્યો નથી.’


તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.


ચાબુકોના સાટકા, પૈડાંનો ગડગડાટ, ઘોડાઓના દાબલા, સખત આંચકા સાથે દોડતા રથો - એ બધું સાંભળો.


પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ.


હે દેવદારનાં વૃક્ષો, વિલાપ અને કલ્પાંત કરો; ગંધતરુઓ નષ્ટ થયાં છે. એ ભવ્ય વૃક્ષોનો નાશ થયો છે. હે બાશાનનાં ઓકવૃક્ષો, રડો અને વિલાપ કરો! ગાઢ જંગલ કપાઈ ગયાં છે!


પહેલા રથને ખેંચનાર ઘોડાઓ લાલ, બીજાને ખેંચનાર ઘોડાઓ કાળા,


આકાશમાં બીજું એક રહસ્યમય દૃશ્ય દેખાયું. લાલ રંગનો એક પ્રચંડ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક માથા પર મુગટ હતો.


એટલે બીજો લાલ રંગનો ઘોડો આવ્યો. તેના સવારને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી હતી; જેથી માણસો એકબીજાને મારી નાખે. તેને એક મોટી તલવાર આપવામાં આવી હતી.


Lean sinn:

Sanasan


Sanasan