Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 2:11 - પવિત્ર બાઇબલ C.L.

11 સિંહની બોડ સમાન એ શહેર હવે ક્યાં છે? ત્યાં સિંહનાં બચ્ચાંને ખવડાવવામાં આવતાં. સિંહ અને સિંહણ બીજે જાય તો પણ તેમનાં બચ્ચાં ત્યાં સલામત રહેતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જ્યાં સિંહ ને સિંહણ [તથા] સિંહના બચ્ચાં ફરતાં હતાં ને તેઓને બીવડાવનાર કોઈ નહોતું તે સિંહોનું બિલ તથા જે જગાએ જુવાન સિંહો ભક્ષ કરતા હતા તે જગા ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ જુવાન સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ક્યાં છે એ શહેર, જે સિંહની ગુફા જેવું હતું? જ્યાં સિંહના બચ્ચાં પોષાતાં હતાં, જ્યાં સિંહ-સિંહણ અને સિંહના બચ્ચાં નિરાંતે ફરતાં હતાં. તેઓને વ્યાકુળ કરે તેવું ત્યાં કાંઇજ ન હતું.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 2:11
17 Iomraidhean Croise  

યહૂદા તો સિંહ જેવો છે. તે તો જાણે શિકાર કરીને આવ્યો છે. તે સિંહની જેમ લપાઈને બેઠો છે. એ તો સિંહણ જેવો છે; એને કોણ છંછેડે?


સૌના હાથ ઢીલા પડી જશે અને સૌ કોઈ હિંમત હારી જશે.


પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ.


તેમના સૈનિકોની ગર્જના સિંહની ત્રાડ જેવી છે. તેઓ સિંહનાં બચ્ચાની માફક ગર્જના કરશે અને ધૂરકશે. તેઓ શિકાર પકડીને ખેંચી જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો.


“યર્દન નદીની ઝાડીમાંથી સદાય લીલાંછમ ઘાસના મેદાન પર સિંહ ધસી આવે તેમ હું અચાનક ધસી આવીને બેબિલોનના લોકોને હાંકી કાઢીશ; ત્યાર પછી હું મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોણ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?


“હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો વિષે વિલાપગીત દ્વારા તું તેને મારો આ સંદેશ પહોંચાડ: ‘તું પ્રજાઓમાં પોતાને સિંહ માનતો હતો, પણ તું તો નદીનાં પાણી ચાતરનાર મગરમચ્છ જેવો છે. તું તારા પગથી નદીનાં પાણીને ડહોળીને તેને મેલાં બનાવે છે.’


તેઓ જેમ આગળ વધે છે તેમ સૌ કોઈ ગભરાઈ જાય છે, પ્રત્યેક ચહેરો ફિક્કો પડી જાય છે.


તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ આપણને તેમના હાથમાંથી છોડાવશે.


સિંહ શિકાર મારી લાવતો અને સિંહણ તથા બચ્ચાં માટે શિકારના ફાડીને ટુકડેટુકડા કરતો. ફાડી નાખેલા માંસથી તે પોતાની બોડ ભરી દેતો.


જૂઠી અને ખૂની નગરી! તું લૂંટાઈ જવાની છે.


તેના સેનાનાયકો ગરજતા સિંહ જેવા છે; મળેલું હાડકું ખાવાનું સવાર સુધી છોડે નહિ એવા ભૂખ્યા વરુઓ જેવા લોભી તેના ન્યાયાધીશો છે.


ઊભી થયેલી સિંહણ અને તરાપ મારનાર સિંહ જે પોતાનો શિકાર મારીને ખાય નહિ અને તેનું લોહી પીએ નહિં ત્યાં સુધી નિરાંતે બેસતાં નથી, તેમના જેવી ઇઝરાયલી પ્રજા છે.”


Lean sinn:

Sanasan


Sanasan