Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નાહૂમ 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તમે પ્રભુની વિરુદ્ધ તરકટ રચો છો? તે તમારો નાશ કરી નાખશે. કોઈ તેમનો એકથી વધુ વખત વિરોધ કરી શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 યહોવાની વિરુદ્ધ તમે શું તરકટ કરો છો? તે સંપૂર્ણ અંત લાવશે, બીજી વાર વિપત્તિ ઊભી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શું તમે યહોવાહની વિરુદ્ધ ષડયંત્ર રચો છો? તે સંપૂર્ણપણે અંત લાવશે; બીજીવાર કશી વિપત્તિ ઊભી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હે નિનવેહ, યહોવા વિરૂદ્ધ તમે શું ષડયંત્ર રચો છો? તે તમારો સંપૂર્ણ નાશ કરી નાખશે. તું બીજીવાર મુશ્કેલી ઊભી નહિ કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac




નાહૂમ 1:9
17 Iomraidhean Croise  

યોઆબના બીજા હાથમાંની તલવાર પર અમાસાનું ધ્યાન ગયું નહિ અને યોઆબે તેના પેટમાં તલવાર ભોંકી દીધી અને તેનાં આંતરડાં જમીન પર નીકળી પડયાં. તે તરત જ મરણ પામ્યો અને યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ. પછી યોઆબ અને તેનો ભાઈ અબિશાય શેબાનો પીછો કરવા ગયા.


તમારા શત્રુઓએ તમારું નુક્સાન કરવાની પેરવી કરી; તેમણે તમારી વિરુદ્ધ ષડયંત્રો રચ્યાં, પણ તેઓ સફળ થયા નહિ.


પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


માટે હવે મશ્કરી ઊડાવવાનું બંધ કરો, નહિ તો તમારાં બંધન વધુ દઢ બનાવાશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે સમગ્ર દેશનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે તે અમે સાંભળ્યું છે.


અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે.


ત્યારે સર્વ માણસો જાણશે કે મેં પ્રભુએ મારી તલવાર તાણી છે અને હું તે કદી પાછી મ્યાન કરવાનો નથી.


પ્રભુ પરમેશ્વર કહે છે, “તારા ઉપર આફત પર આફત આવી રહી છે.


જો કે મેં તેમની ઉન્‍નતિ કરી અને તેમને બળવાન બનાવ્યા તો પણ તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ કરે છે.


હે નિનવે, તારામાંથી પાકેલા એક કપટી અને દુષ્ટ પુરુષે પ્રભુની વિરુદ્ધ કાવતરું ઘડયું છે.


ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


અબિશાયે દાવિદને કહ્યું, “ઈશ્વર તમારા શત્રુને આજે રાત્રે તમારા હાથમાં સોંપી દીધો છે. હવે મને ભાલાના એક જ ઘાથી તેને જમીનમાં જડી દેવા દો. મારે બીજો ઘા કરવો નહિ પડે.”


એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ.


Lean sinn:

Sanasan


Sanasan