Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 9:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એક વાદળે આવીને તેમના પર છાયા કરી, અને વાદળમાંથી આકાશવાણી સંભળાઈ, “આ મારો પ્રિય પુત્ર છે; તેનું સાંભળો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી. અને વાદળામાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી એક વાદળ આવ્યું અને તેઓ પર છાયા કરી. વાદળમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેને તાબે થાઓ!”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 9:7
41 Iomraidhean Croise  

રાજા કહે છે, “હું પ્રભુના ઢંઢેરાની ઘોષણા કરીશ, તેમણે મને કહ્યું, ‘તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું.


ઘનઘોર વાદળો અને ગાઢ અંધકાર પ્રભુની આસપાસ છે; નેકી તથા ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


ઇઝરાયલીઓને પર્વતના શિખર પરનું પ્રભુનું ગૌરવ ભસ્મ કરનાર અગ્નિ જેવું લાગ્યું. વાદળે છ દિવસ સુધી પર્વતને ઢાંકી રાખ્યો અને સાતમે દિવસે પ્રભુએ વાદળમાંથી મોશેને બોલાવ્યો.


પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


રાત્રિના આ દર્શનમાં મેં માનવપુત્ર જેવા એકને મારી તરફ આવતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો. તેને જે પુરાતન છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો.


તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.


ઈસુની ચોકી કરતા સૂબેદાર તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેમણે કહ્યું, ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા.


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


આકાશમાંથી વાણી સંભળાઈ: “તું મારો પ્રિય પુત્ર છે; હું તારા પર પ્રસન્‍ન છું.”


કારણ, શિષ્યો એટલા બધા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતરને સૂઝયું નહિ.


તેમણે તરત જ આજુબાજુ જોયું, પણ માત્ર ઈસુ સિવાય પોતાની સાથે બીજા કોઈને જોયા નહિ.


અને પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં તેમના પર ઊતરી આવ્યો. વળી, આકાશવાણી સંભળાઈ, “તું મારો પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્‍ન છું.”


વળી, યોહાને કહ્યું, “મેં એ જોયું છે, અને હું તમને સાક્ષી આપું છું કે તે ઈશ્વરપુત્ર છે.”


નાથાનાએલે જવાબ આપ્યો, “ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો! તમે ઇઝરાયલના રાજા છો!”


હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો!” ત્યારે આકાશમાંથી વાણી થઈ, “મેં એ મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી પણ કરીશ.”


યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.”


પરંતુ ઈસુ એ જ મસીહ, ઈશ્વરનો પુત્ર છે, એવો તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે તેમના નામ દ્વારા જીવન પામો તે માટે આ વાતો લખવામાં આવી છે.


આથી યહૂદી અધિકારીઓ વધારે ગુસ્સે ભરાયા અને તેમને મારી નાખવા તત્પર બન્યા. કારણ, ઈસુ વિશ્રામવારનો ભંગ કરતા હતા એટલું જ નહિ, પરંતુ ઈશ્વર તેમના પિતા છે એમ કહીને પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા.


વળી, મને મોકલનાર પિતા પણ મારે પક્ષે સાક્ષી પૂરે છે. તમે નથી તેમની વાણી સાંભળી કે નથી તેમને જોયા, કે નથી તેમનો સંદેશો તમારા હૃદયમાં ગ્રહણ કર્યો.


હવે અમે વિશ્વાસ કરીએ છીએ અને અમને ખાતરી થઈ છે કે તમે જ ઈશ્વર તરફથી આવેલા પવિત્ર પુરુષ છો.”


તેને કાઢી મૂકવામાં આવ્યો છે એવું ઈસુએ સાંભળ્યું એટલે તેમણે તેને મળીને કહ્યું, “શું તું માનવપુત્ર પર વિશ્વાસ મૂકે છે?”


તે એ વાતો કહી રહ્યા તે પછી તેમણે ઈસુને આકાશમાં ઊંચકી લેવાતા જોયા, અને વાદળાના આવરણને લીધે તે દેખાતા બંધ થયા.


મોશેએ જ ઇઝરાયલી લોકોને કહ્યું હતું: ‘ઈશ્વરે જેમ મને મોકલ્યો, તેમ તે તમારા પોતાના લોકમાંથી તમારી પાસે સંદેશવાહક મોકલશે.’


તેઓ રસ્તે ચાલ્યા જતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા, જ્યાં પાણી હતું. અધિકારીએ કહ્યું, “અહીં પાણી છે, તો પછી હું બાપ્તિસ્મા લઉં તેમાં શો વાંધો છે?”


પણ પવિત્ર આત્માના પ્રતાપે તે ફરીથી સજીવન થયા, અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.


તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ.


ઈશ્વરપિતા તરફથી તેમને માન અને મહિમા આપવામાં આવ્યાં અને સર્વોચ્ચ મહિમામાંથી, “આ મારો પ્રિય પુત્ર છે; તેના પર હું પ્રસન્‍ન છું,” એવી વાણી સંભળાઈ, ત્યારે અમે ત્યાં હતા.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


જુઓ! તે વાદળાંમાં આવે છે! તેમને વીંધનારા સહિત બીજા સૌ તેમને જોશે અને પૃથ્વીની બધી પ્રજાઓ તેમને વિષે શોક કરશે; આમીન.


Lean sinn:

Sanasan


Sanasan