Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 9:43 - પવિત્ર બાઇબલ C.L.

43 તેથી જો તારો હાથ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાપી નાખ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 જો તારો હાથ તને પાપ કરાવે તો તે કાપી નાખ. તારા માટે તારા શરીરનો ભાગ ગુમાવવો એ વધારે સારું છે, પરંતુ જીવન તો સદા માટે રહેશે. બે હાથો સાથે નરકમાં જવું તેના કરતાં તે વધારે સારું છે. તે જગ્યામાં કદાપિ અગ્નિ હોલવાતો નથી. [

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 9:43
23 Iomraidhean Croise  

અને તેની લહેજત માણવાને તેને કાઢી નાખવા તૈયાર ન હોય અને તેના પોતાના મુખમાં વાગોળ્યા કરે,


બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


પણ આપણે આ લોકોની લાગણી દુભવવી નથી. તેથી સરોવર કિનારે જા, ગલ નાખ, ને જે પહેલી માછલી પકડાય તેના મુખમાંથી રૂપાનો સિક્કો મળશે. તેનું મૂલ્ય મારા અને તારા બંને માટે મંદિરનો કર ભરવા જેટલું છે. તે લઈને આપણો કર ભરી દે.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે.


બે હાથ લઈ નરકમાં જવું જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી, એ કરતાં ઠૂંઠા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે.


પણ જ્યારે તમે ભોજન સમારંભ રાખો, ત્યારે ગરીબોને, અપંગોને, લંગડાઓને અને આંધળાઓને નિમંત્રણ આપો.


નોકરે પાછા આવીને પોતાના માલિકને બધું કહ્યું ત્યારે માલિક ઘણો ગુસ્સે થઈ ગયો, અને તેણે પોતાના નોકરને કહ્યું, ‘શહેરની શેરીઓ અને ગલીઓમાં જલદી જા, અને ગરીબો, અપંગો, આંધળાઓ અને લંગડાઓને બોલાવી લાવ.’


અનાજ ઝૂડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને ઊપણવાનું સૂપડું તેમની પાસે છે; પણ ભૂસાને તો તે કદી હોલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે.”


જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો, તો મરશો જ; પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો, તો તમે જીવશો.


હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.


જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેમણે પોતાના માનવી સ્વભાવને તેની સર્વ વાસનાઓ તથા ઇચ્છાઓ સાથે ક્રૂસ પર મારી નાખ્યો છે.


તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો.


આ કૃપા અધર્મી જીવન અને દુન્યવી વાસનાઓને ત્યજી દેવાનું અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવવાનું શીખવે છે.


વાદળાંની જેમ આ સાક્ષીઓની મોટી ભીડથી આપણે ઘેરાઈ ગયા છીએ. તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે ઠરાવેલી સ્પર્ધામાં ખંતપૂર્વક દોડીએ.


તેથી તમે કપટ, ઢોંગ, ઈર્ષા, નિંદા અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan