Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 8:35 - પવિત્ર બાઇબલ C.L.

35 કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 જે વ્યક્તિ તેનું જીવન બચાવવા ઈચ્છે છે તે ગુમાવશે. અને પ્રત્યેક વ્યક્તિ જે મારા માટે અને સુવાર્તા માટે તેનું જીવન આપે છે, તે હંમેશને માટે તેનું જીવન બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 8:35
27 Iomraidhean Croise  

મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.


જે કોઈ પોતાનું જીવન બચાવવા યત્ન કરે છે, તે તેને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.


કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા જશે તે તેને ગુમાવશે, પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે.


વળી, જેમણે મારા નામને લીધે પોતાનું ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા કે બાળકો કે ખેતરો મૂકી દીધાં હશે, તેમને સોગણું પાછું મળશે અને તેમને સાર્વકાલિક જીવન મળશે.


જો કોઈ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનું જીવન નાશ પામે તો તેથી તેને શો લાભ?


જે કોઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે.


કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.”


આ બધું હું શુભસંદેશને ખાતર કરું છું; જેથી તેની આશિષમાં મને ભાગ મળે.


ખ્રિસ્તને લીધે હું નિર્બળતા, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું; કારણ, જ્યારે હું નિર્બળ છું, ત્યારે જ હું બળવાન છું.


પ્રભુને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહિ. તેમને લીધે હું કેદી હોવાથી મારે લીધે તું શરમાઈશ નહિ. એને બદલે, શુભસંદેશને માટે દુ:ખ સહન કરવામાં ભાગ લે, અને ઈશ્વર તને બળ આપશે.


વિશ્વાસ દ્વારા જ સ્ત્રીઓને પોતાનાં મૃત્યુ પામેલાં સ્વજનો સજીવન થઈને પાછાં મળ્યાં. પણ બીજા કેટલાકે તો વિશેષ સારું જીવન પ્રાપ્ત કરવા છુટકારાનો સ્વીકાર કર્યો નહિ, તેથી રીબાઈ રીબાઈને મારી નંખાયા.


હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા!


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan