Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 8:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “આ લોકો ઉપર મને અનુકંપા આવે છે; કારણ, ત્રણ ત્રણ દિવસથી તેઓ મારી સાથે છે અને હવે તેમની પાસે કંઈ ખોરાક નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ‘લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “મને આ લોકોની દયા આવે છે. તેઓ મારી સાથે ત્રણ દિવસથી હતા. અને હવે તેઓની પાસે કઈ ખાવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 8:2
23 Iomraidhean Croise  

તેણે આસપાસ જોયું તો તેના માથા પાસે રોટલી અને પાણીની મશક જોયાં. ખાઈપીને તે પાછો આરામ લેવા પડ્યો.


જેમ પિતા પોતાનાં સંતાનો પ્રત્યે દયાળુ હોય છે, તેમ પ્રભુ પોતાના ભક્તો પર દયાળુ છે.


સૌ સજીવો તમારા પર મીટ માંડે છે, અને યોગ્ય સમયે તમે તેમને આહાર આપો છો.


પ્રભુ કૃપાળુ અને દયાળુ છે; તે મંદરોષી અને પ્રેમથી ભરપૂર છે.


તમે ફરીવાર અમારા પર કરુણા કરશો. તમે અમારાં પાપ તમારા પગ તળે ખૂંદશો અને અમારા સર્વ અપરાધોને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો.


ઈસુ હોડીમાંથી બહાર આવ્યા ત્યારે લોકોનો મોટો સમુદાય જોઈને તેમને અનુકંપા આવી. તેમણે તેમાંનાં માંદાંઓને સાજાં કર્યાં.


ઈસુને તેઓ પર દયા આવી. તેમણે તેમની આંખોને સ્પર્શ કર્યો. તરત જ તેઓ દેખતા થયા અને ઈસુની પાછળ ચાલવા લાગ્યા.


લોકોનાં ટોળાં જોતાં જ તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. કારણ, લોકો કચડાયેલા, નિરાધાર અને પાલક વરનાં ઘેટાં જેવા હતા.


ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેની નજીક જઈને તેમણે તેને સ્પર્શ કર્યો. તેમણે કહ્યું, “હા, હું ઇચ્છું છું; તું શુદ્ધ થા!”


પણ ઈસુએ તેને મના કરી, અને એને બદલે તેને કહ્યું, “તારે ઘેર જા અને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, અને તારા પર દયા દર્શાવી છે તે તારા કુટુંબીજનોને જણાવ.”


તેથી તેઓ એક્ંત જગ્યાએ જવા હોડીમાં બેસી ઊપડયા.


ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી.


જો હું તેમને જમાડયા વિના ઘેર વિદાય કરું, તો તેઓ જતાં જતાં જ નિર્ગત થઈ જશે; કારણ, તેમનામાંના કેટલાંક તો ઘણે દૂરથી આવ્યા છે.”


તેણે એને ઘણી વાર આગમાં અને પાણીમાં ફેંકી દઈ મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારાથી બની શકે તો અમારા પર કૃપા કરી અમને મદદ કરો!”


પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો. હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું.


એ મૃત્યુ પામેલો માણસ એક વિધવાનો એકનોએક પુત્ર હતો; તેથી નગરજનોનું મોટું ટોળું વિધવાની સાથે જોડાયું હતું.


આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


પ્રમુખ યજ્ઞકારના પોતાનામાં ય ઘણી નબળાઈઓ હોઈ, તે અજ્ઞાન તથા ભૂલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તી શકે છે.


Lean sinn:

Sanasan


Sanasan