Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 8:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેઓ જે કહેતા હતા તે ઈસુ જાણતા હોવાથી તેમણે તેમને પૂછયું, “તમારી પાસે રોટલી નથી એની ચર્ચા શા માટે કરો છો? હજી સુધી શું તમને સૂઝતું નથી? હજી તમે સમજતા નથી? શું તમારાં મન સાવ જડ થઈ ગયાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને ઈસુ એ જાણીને તેઓને કહે છે, “તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારાં હ્રદય કઠણ થયાં છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, ‘તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, “શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી?

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 8:17
17 Iomraidhean Croise  

તમે અમને તમારા માર્ગોથી શા માટે ભટકી જવા દો છો? અમને એવા હઠીલા કેમ બનાવો છો કે અમે તમારો આદરયુક્ત ડર ન રાખતાં ભટકી જઈએ? હે પ્રભુ, તમારા સેવકો અને તમારા સંપત્તિરૂપ લોકને લીધે પાછા આવો.


પણ એ જાણીને ઈસુ તે સ્થળ મૂકીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.


જે કંઈ મુખમાં જાય છે તે પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે.


તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, આપણે રોટલી લેવાનું ભૂલી ગયા છીએ માટે તે આમ કહે છે.


એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ.


ઈસુ તરત જ તેમના મનમાં ચાલતા વિચારો જાણી ગયા, અને તેથી તેમને કહ્યું, “તમે એવા વિચાર કેમ કરો છો?


ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો.


કારણ, રોટલીનો પ્રસંગ તેઓ સમજ્યા નહિ. એથી ઊલટું, તેમનાં મન જડ થયાં.


તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે, “આપણી પાસે રોટલી નથી તેથી તે આમ કહે છે.”


પછી ઈસુએ તેમને કહ્યું, “ઓ અબુધો, અને સંદેશવાહકોએ કહેલી બધી બાબતો સમજવામાં અક્કલ વગરનાઓ!


અમને હવે ખાતરી થઈ છે કે તમે બધું જાણો છો; અને કોઈ તમને પ્રશ્ર્નો પૂછે એવી જરૂર નથી. આ વાતને લીધે તમે ઈશ્વર તરફથી આવ્યા છો એમ અમે માનીએ છીએ.”


ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan