Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 7:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેમની ભક્તિ નિરર્થક છે; કારણ, માણસોએ ઘડેલા રિવાજો જાણે કે ઈશ્વરના નિયમો હોય તેમ તેઓ શીખવે છે!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેઓ મારી ભક્તિ વ્યર્થ કરે છે. જે વસ્તુઓનો તેઓ ઉપદેશ કરે છે તે તો લોકોએ બનાવેલા ફક્ત સાદા નિયમો છ.’

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 7:7
15 Iomraidhean Croise  

પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.


તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવાભક્તિ કરવાનું નિરર્થક છે. તેમનું કહ્યું કરવામાં અથવા આપણાં કૃત્યો માટે આપણે દિલગીર છીએ,


તેઓ નિરર્થક મારી ભક્તિ કરે છે. કારણ, તેઓ માણસોએ ઘડેલા રિવાજો જાણે ઈશ્વરના નિયમો હોય તેમ શીખવે છે.’


તમારી પ્રાર્થનામાં નિરર્થક બકવાટ ન કરો. તેવું તો વિધર્મીઓ કરે છે, અને તેઓ માને છે કે લાંબી પ્રાર્થના કરવાથી ઈશ્વર તેમનું સાંભળશે.


અને જો ખ્રિસ્ત સજીવન થયા જ નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.


આવી બધી બાબતો તો તેમનો એક વાર ઉપયોગ કર્યા પછી બિનઉપયોગી બની જાય છે. એ તો માત્ર માણસોએ ઘડેલા નિયમો અને તેમનું શિક્ષણ છે.


માણસોને માટે એ જ સારું અને ઉપયોગી છે. પણ અર્થ વગરની દલીલો, પિતૃઓનાં નામોની વંશાવળીની લાંબી યાદીઓ અને નિયમશાસ્ત્ર વિષેના ઝઘડાઓથી દૂર રહે. તેઓ બિનઉપયોગી અને નક્માં છે.


શું કોઈ પોતાને ધાર્મિક માને છે? જો તે પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તો તેનો ધર્મ નિરર્થક છે અને તે પોતાની જાતને છેતરે છે.


અરે મૂર્ખ! કાર્ય વગરનો વિશ્વાસ નકામો છે તે માટે તારે પુરાવો જોઈએ છે?


હું આ પુસ્તકનાં ભવિષ્યકથનો સાંભળનાર પ્રત્યેકને ગંભીર ચેતવણી આપું છું: જો કોઈ આ પુસ્તકમાં નવાં ભવિષ્યકથનો ઉમેરશે તો ઈશ્વર તેમની સજામાં આ પુસ્તકમાં વર્ણન કરેલી આફતો ઉમેરશે.


જૂઠા દેવો પાછળ જશો નહિ. તેઓ ન તો તમને મદદ કરી શકે તેમ છે કે ન તો તમને બચાવી શકે તેમ છે; કારણ કે તે સાચા દેવો નથી.


Lean sinn:

Sanasan


Sanasan