Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 7:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર શહેરની પાસેના પ્રદેશમાં ગયા. તે એક ઘરમાં ગયા, અને પોતે ત્યાં છે એવું કોઈ જાણે તેમ તે ઇચ્છતા ન હતા; પણ તે છૂપા રહી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી તે ત્યાંથી ઊઠીને તૂર તથા સિદોનના પ્રદેશોમાં ગયા. અને તે ઘરમાં આવ્યા, ને તે કોઈ ન જાણે એવું તે ચાહતા હતા; પણ તે ગુપ્ત રહી ન શક્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ઈસુ તે જગ્યા છોડીને તૂરની આજુબાજુના પ્રદેશમાં ગયો. ઈસુ ત્યાં એક ઘરમાં ગયો. તે ત્યાં હતો એમ તે પ્રદેશના લોકો જાણે એમ ઈસુ ઈચ્છતો નહોતો. પણ ઈસુ ગુપ્ત રહી શક્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 7:24
19 Iomraidhean Croise  

કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો:


કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી.


“ઝબુલૂન દરિયાકિનારે વસશે, તે વહાણોનું બંદર બનશે, અને તેની સરહદ છેક સિદોન સુધી પહોંચશે.


હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી.


તે પોકાર પાડશે નહિ કે બૂમ પાડશે નહિ અથવા શેરીઓમાં ઊંચે સાદે બોલશે નહિ.


“હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી.


ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત.


ઈસુ ઘરમાં ગયા એટલે બંને અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછયું, હું તમને દેખતા કરી શકું એવો તમને વિશ્વાસ છે? તેમણે જવાબ આપ્યો, હા, પ્રભુ.


થોડા દિવસો પછી ઈસુ કાપરનાહુમ પાછા આવ્યા, અને તે ઘેર છે એવા સમાચાર ફેલાઈ ગયા;


આ બધી ભૂંડી બાબતો માણસના દયમાંથી આવે છે, અને તેને અશુદ્ધ બનાવે છે.”


એક સ્ત્રીની પુત્રીને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તેણે ઈસુ વિષે સાંભળ્યું અને તરત જ તેમની પાસે આવીને તેમને પગે પડી.


પછી ઈસુ તૂરની નજીકનો પ્રદેશ મૂકીને સિદોન ગયા અને દસનગરના પ્રદેશમાં થઈને ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા.


તેવી જ રીતે સારાં કાર્યો સ્પષ્ટ રીતે દેખાય છે અને જે એવાં સ્પષ્ટ નથી તે પણ છુપાઈ શક્તાં નથી.


Lean sinn:

Sanasan


Sanasan