Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 7:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે જોયું કે તેમના કેટલાક શિષ્યો ફરોશીઓના કહેવા પ્રમાણે લોકોએ જે રીતે હાથ ધોવા જોઈએ તે રીતે ધોયા વગર ખોરાક ખાતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેઓએ જોયું હતું કે તેમના કેટલાક શિષ્યો અશુદ્ધ, એટલે અણધોયેલે, હાથે રોટલી ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના કેટલાએક શિષ્યોને ગંદા હાથો વડે ખાતાં જોયા. (“ચોખ્ખા નહિ” નો અર્થ: ફરોશીઓ લોકોને આગ્રહ કરતા કે જે અમુક રીતે તેમના હાથ થોવા જોઈએ તે રીતે ધોયા ન હતા.)

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 7:2
12 Iomraidhean Croise  

તમારા શિષ્યો આપણા પૂર્વજોની પ્રણાલિકાઓને કેમ આધીન થતા નથી? તેઓ ભોજન લેતા પહેલાં વિધિ પ્રમાણે હાથ ધોવાનો રિવાજ કેમ પાળતા નથી?


તેથી ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુને પૂછયું, “તમારા શિષ્યો પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજને ન અનુસરતાં અશુદ્ધ હાથે કેમ ખાય છે?”


ઈસુએ જમતાં પહેલાં હાથ ધોયા નહિ, એ જોઈને ફરોશીને આશ્ર્વર્ય થયું. તેથી પ્રભુએ ફરોશીને કહ્યું,


તેણે તેમને કહ્યું, “તમે જાણો છો કે વિધિગત રીતે યહૂદીને બિનયહૂદીની મુલાકાત લેવાની કે તેની સંગત રાખવાની છૂટ નથી. પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે મારે કોઈ માણસને અશુદ્ધ કે દૂષિત ગણવો નહિ. અને તેથી તમે મને બોલાવ્યો ત્યારે મેં આવવા માટે કંઈ આનાકાની કરી નહિ.


પણ મેં કહ્યું, ‘ના , કદી નહિ, પ્રભુ! મેં કોઈપણ જાતનો અશુદ્ધ કે દૂષિત ખોરાક ક્યારેય ચાખ્યો નથી.’


હું જાણું છું અને પ્રભુ ઈસુ તરફથી મને પૂરી ખાતરી થઈ છે કે કોઈપણ ખાદ્ય પદાર્થ જાતે અશુદ્ધ નથી. જો કોઈ માણસ એમ માને કે અમુક ખાદ્યપદાર્થ અશુદ્ધ છે, તો તે ખાદ્યપદાર્થ તેને માટે અશુદ્ધ બની જાય છે.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


પણ અશુદ્ધ, શરમજનક કાર્ય કરનાર કે જૂઠાઓ તેમાં પ્રવેશ પામશે નહિ. ફક્ત જેમનાં નામ હલવાનના જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ તેમાં પ્રવેશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan