Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 5:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ ઈસુની પાસે આવ્યા અને જેનામાં અશુદ્ધ આત્માઓ રહેતા હતા તે માણસને જોયો. તે ત્યાં કપડાં પહેરેલો અને સ્વસ્થચિત્તે બેઠેલો હતો; અને તેઓ બધા ભયથી ચોંકી ઊઠયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલા તથા [વસ્ત્ર] પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 5:15
21 Iomraidhean Croise  

તે દિવસે દાવિદે ઈશ્વરથી ગભરાઈ જઈને કહ્યું, “હવે હું કરારપેટી કેવી રીતે લઈ જઉં?”


પ્રથમ વખતે તમે તેને ઊંચકી નહોતી; તેથી આપણા ઈશ્વર પ્રભુ અમારા પર તૂટી પડયા; કારણ, નિયત કરેલી પદ્ધતિ પ્રમાણે અમે તેમની સમક્ષ ગયા નહિ.”


શું તેમના દૈવી પ્રતાપનો તમને ડર નહિ લાગે? શું તેમનો આંતક તમારા પર નહિ ઊતરે?


પરંતુ જુઓ, તેઓ મહાભયથી કંપી ઊઠશે; કારણ, ઈશ્વર તેમના ભક્તજનોના પક્ષમાં છે.


બળવાન માણસના ઘરમાં જઈને કોઈ તેને લૂંટી શકતું નથી. તેમ કરતાં પહેલાં તેણે પેલા બળવાન માણસને બાંધી દેવો પડે છે, અને ત્યાર પછી જ તે લૂંટ ચલાવી શકે છે.


શું તને ખબર નથી કે જો હું મારા પિતાની મદદ માગું તો તે તરત જ દૂતોના સૈન્યની બારથી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે?


તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા.


જેવો અશુદ્ધ આત્મા હાંકી કાઢવામાં આવ્યો કે તરત જ તે માણસ બોલવા લાગ્યો. જનસમુદાયે આશ્ચર્યચકિત થઈને કહ્યું, ઇઝરાયલમાં આવું કદી અમે જોયું નથી.


ભૂંડો સાચવનારાઓ નાસી ગયા અને શહેરમાં તથા ખેતરોમાં એના સમાચાર ફેલાવ્યા. જે બન્યું હતું તે જોવા બધા લોકો નીકળી આવ્યા.


બનાવ જોનારાઓએ અશુદ્ધ આત્મા વળગેલા માણસનું અને ભૂંડોનું શું થયું હતું તે લોકોને જણાવ્યું.


ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે જેને અગાઉ અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તે માણસે આજીજી કરી, “મને તમારી સાથે આવવા દો.”


તેને ઘણીવાર હાથે સાંકળો અને પગે બેડીઓથી બાંધવામાં આવ્યો હતો. પણ તે સાંકળોની કડીએ કડી તોડી નાખતો અને બેડીઓના ભૂક્કા બોલાવતો. તેને વશ કરવાની કોઈની તાક્ત ન હતી.


ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે; કારણ, અમે ઘણા છીએ!”


તેની બહેનનું નામ મિર્યામ હતું. તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની બોધવાણી સાંભળતી હતી.


ઈસુ કિનારે ઊતર્યા કે તેમને દુષ્ટાત્માઓ વળગેલો નગરનો એક માણસ મળ્યો. લાંબા સમયથી તે કપડાં પહેરતો ન હતો અને ઘરમાં રહેતો ન હતો, પણ દફનાવવાની ગુફાઓમાં પડયો રહેતો.


તે આપણને અંધકારની સત્તામાંથી છોડાવીને પોતાના પ્રિય પુત્રના રાજમાં લાવ્યા છે.


કારણ, ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.


શમુએલે પ્રભુની સૂચના પ્રમાણે કર્યું અને તે બેથલેહેમ ગયો. નગરના આગેવાનો તેને ધ્રૂજતાં ધ્રૂજતાં મળવા આવ્યા અને પૂછયું, “શું તમારું આગમન શાંતિકારક છે?”


Lean sinn:

Sanasan


Sanasan