Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 4:38 - પવિત્ર બાઇબલ C.L.

38 ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, “ગુરુજી, અમે તો મરવા પડયા છીએ તેની કંઈ ચિંતા તમને નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને ડબૂસાએ ઓશીકાં પર [માથું ટેકવીને] , તે ઊંઘતા હતા, અને તેઓ તેમને જગાડીને કહે છે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, “ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 4:38
22 Iomraidhean Croise  

“હે પ્રભુ, આકાશમાંથી, તમારા ઉચ્ચ, પવિત્ર અને ગૌરવી ધામમાંથી અમારા પર દષ્ટિ કરો. અમારે માટે કરેલાં તમારાં મહાન કાર્યો ક્યાં છે? અમારા પ્રત્યેનો તમારો પ્રેમાવેશ ક્યાં છે? તમે તમારી મમતા અને અનુકંપા પાછી ખેંચી લીધી છે.


હે પ્રભુ, આવું બધું બન્યા પછી પણ તમે અમને સહાય કરવાથી પોતાને પાછા રાખશો? તમે સ્વસ્થ ચિત્તે અમને અતિશય શિક્ષા કરશો?


હું મોટેથી મદદને માટે પોકારું છું, પણ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી.


ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


શિષ્યો તેમની પાસે ગયા અને તેમને જાડીને કહ્યું, પ્રભુ, અમને બચાવો, અમે મરી જવાની તૈયારીમાં છીએ.


પવનનું ભારે તોફાન થયું. મોજાં ઊછળીને હોડી સાથે અથડાવા લાગ્યાં અને તેથી હોડી પાણીથી ભરાઈ જવા લાગી.


ઈસુએ ઊઠીને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું, “શાંત રહે, બંધ થા.” પવન બંધ થઈ ગયો, અને ગાઢ શાંતિ સ્થપાઈ.


શિષ્યોએ ઈસુની પાસે આવીને તેમને જગાડયા અને કહ્યું, “ગુરુજી, ગુરુજી, અમારું આવી બન્યું, અમે તો મરી ગયા!” ઈસુએ ઊઠીને પવનને તેમજ ઊછળતાં મોજાંને આજ્ઞા કરી. તે બંધ થઈ ગયાં અને ગાઢ શાંતિ થઈ.


ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો.


આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને.


આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી.


તે તમારી સંભાળ રાખે છે માટે તમારી બધી ચિંતા તેમને સોંપી દો.


Lean sinn:

Sanasan


Sanasan