Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 3:27 - પવિત્ર બાઇબલ C.L.

27 “બળવાન માણસને પ્રથમ બાંયા વિના તેના ઘરમાં જઈને કોઈ તેની માલમિલક્ત લૂંટી શકતું નથી. તેને બાંયા પછી જ તેનું ઘર લૂંટી શકાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શક્તો નથી! [પણ તેને બાંધ્યા] પછી તે તેનું લૂંટી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 “જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 3:27
17 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,


બળવાન માણસના ઘરમાં જઈને કોઈ તેને લૂંટી શકતું નથી. તેમ કરતાં પહેલાં તેણે પેલા બળવાન માણસને બાંધી દેવો પડે છે, અને ત્યાર પછી જ તે લૂંટ ચલાવી શકે છે.


હવે દુનિયાનો ન્યાય કરવાનો સમય આવી ગયો છે. હવે આ દુનિયાના શાસનર્ક્તાને ફેંકી દેવામાં આવશે.


ઈશ્વર, જે શાંતિનું મૂળ છે, તે ટૂંક સમયમાં શેતાનને તમારા પગ તળે છૂંદી નાખશે.


અને તે ક્રૂસ પર ખ્રિસ્તમાં, આત્મિક અધિપતિઓ અને અધિકારીઓની સત્તા છીનવી લઈને તેમને પોતાની વિજયકૂચમાં ગુલામો બનાવી જાહેરમાં ફેરવ્યા છે.


જેમને તે સંતાનો કહે છે તે માનવ પ્રકૃતિ ધરાવે છે. તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા; જેથી તે પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કરે.


જે પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તે શેતાનના પક્ષનો છે, કારણ, શેતાન શરૂઆતથી જ પાપ કરતો આવ્યો છે. શેતાનનાં કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વરપુત્ર પ્રગટ થયા.


પણ મારાં બાળકો, તમે તો ઈશ્વરના છો અને જૂઠા સંદેશવાહકોને તમે હરાવ્યા છે. કારણ, તમારામાં રહેતો પવિત્ર આત્મા દુનિયામાં રહેલા આત્મા કરતાં વધુ શક્તિશાળી છે.


Lean sinn:

Sanasan


Sanasan