Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેથી એટલા બધા લોકો એકઠા થયા કે ક્યાંય જગ્યા રહી નહિ, આંગણામાં પણ નહિ. ઈસુ તેમને શુભસંદેશ સંભળાવતા હતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને એટલા બધા લોકો એકત્ર થયા કે દરવાજા પાસે પણ જગા નહોતી અને તે તેઓને વાત સંભળાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ઘણા લોકો ઈસુનો ઉપદેશ સાંભળવા ભેગા થયા હતા. ઘર ભરેલું હતું. ત્યાં દરવાજા બહાર પણ ઊભા રહેવાની જગ્યા ન હતી. ઈસુ આ લોકોને ઉપદેશ આપતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 2:2
20 Iomraidhean Croise  

તમારા લોકની મોટી સભામાં મેં ઉદ્ધાર વિષેનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. હે પ્રભુ, તમે જાણો છો કે મેં મારા હોઠ બંધ રાખ્યા નથી.


અને તેમણે તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું.


યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા પછી ઈસુ ગાલીલમાં ગયા અને ઈશ્વરના શુભસંદેશનો ઉપદેશ કર્યો.


નગરના બધા લોકો ઘરના આંગણામાં એકઠા થયા હતા.


તેઓ તેમને મળ્યા એટલે કહ્યું, “બધા તમને શોધે છે.”


પછી એ માણસે જઈને એ વાત બધે ફેલાવી. તેણે એટલી બધી જાહેરાત કરી કે ઈસુ કોઈ નગરમાં જાહેર રીતે જઈ શક્યા નહિ; એને બદલે, તેમને બહાર એક્ંત જગ્યાઓમાં જવું પડયું. ચોમેરથી લોકો તેમની પાસે આવતા હતા.


થોડા દિવસો પછી ઈસુ કાપરનાહુમ પાછા આવ્યા, અને તે ઘેર છે એવા સમાચાર ફેલાઈ ગયા;


ઈસુ ફરીવાર ગાલીલ સરોવરને કિનારે આવ્યા. લોકોનો સમુદાય તેમની પાસે આવ્યો અને તે તેમને શિક્ષણ આપવા લાગ્યા.


ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી.


તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો.


એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા ત્યારે ગાલીલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરુશાલેમથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માંદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું.


ત્યાર પછી ઈસુ શહેરમાં અને ગામડાંઓમાં ઈશ્વરના રાજ વિષેના શુભસંદેશનો પ્રચાર કરતા ફર્યા. બાર શિષ્યો તેમની સાથે ફરતા.


“ઉદાહરણનો અર્થ આવો છે: બી તો ઈશ્વરનો સંદેશ છે.


સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે થયેલી સતાવણીને કારણે વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા. એમાંના કેટલાક આ સંદેશ માત્ર યહૂદીઓને જ પ્રગટ કરતા કરતા છેક ફોનેસિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા.


પેર્ગામાં સંદેશો પ્રગટ કર્યા પછી તેઓ અટ્ટાલિયા ગયા.


તેમણે ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં પ્રવાસ કર્યો. કારણ, પવિત્ર આત્માએ તેમને આસિયા પ્રદેશમાં સંદેશનો પ્રચાર કરતાં અટકાવ્યા.


ત્યાં સાક્ષી આપ્યા પછી અને પ્રભુનો સંદેશ સંભળાવ્યા પછી પિતર અને યોહાન યરુશાલેમ પાછા આવ્યા. રસ્તે જતાં જતાં તેમણે સમરૂનનાં ઘણાં ગામોમાં શુભસંદેશનો પ્રચાર કર્યો.


એનો અર્થ આ છે: “ઈશ્વરનો સંદેશ તારી નજીક છે. તે તારા હોઠ ઉપર અને હૃદયમાં છે.” અમે એ વિશ્વાસનો જ સંદેશ પ્રગટ કરીએ છીએ.


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


Lean sinn:

Sanasan


Sanasan