Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 થોડા દિવસો પછી ઈસુ કાપરનાહુમ પાછા આવ્યા, અને તે ઘેર છે એવા સમાચાર ફેલાઈ ગયા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને કેટલાક દિવસ પછી તે ફરી કપર-નાહૂમમાં ગયા, ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે, ‘તે ઘરમાં છે’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 થોડા દિવસો પછી, ઈસુ ફરી પાછો કફર-નહૂમમાં આવ્યો. તે સમાચાર પ્રસરી ગયા કે ઈસુ ઘેર પાછો ફર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 2:1
13 Iomraidhean Croise  

તે નાઝારેથમાં ઠરીઠામ થયા નહિ, પણ ઝબૂલુન અને નાફતગાલીના દેશમાં ગાલીલ સરોવરને કિનારે આવેલા કાપરનાહૂમ શહેરમાં વસ્યા.


ઈસુ હોડીમાં બેસીને સરોવરને પેલે પાર પોતાના નગરમાં ગયા.


પછી એ માણસે જઈને એ વાત બધે ફેલાવી. તેણે એટલી બધી જાહેરાત કરી કે ઈસુ કોઈ નગરમાં જાહેર રીતે જઈ શક્યા નહિ; એને બદલે, તેમને બહાર એક્ંત જગ્યાઓમાં જવું પડયું. ચોમેરથી લોકો તેમની પાસે આવતા હતા.


તેથી એટલા બધા લોકો એકઠા થયા કે ક્યાંય જગ્યા રહી નહિ, આંગણામાં પણ નહિ. ઈસુ તેમને શુભસંદેશ સંભળાવતા હતા,


પછી ઈસુ ઘેર આવ્યા. ફરીથી લોકોનો એવો મોટો સમુદાય એકઠો થયો કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય ન મળ્યો.


જનસમુદાયને મૂકીને તે ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ તેમને એ ઉદાહરણ વિષે પૂછયું.


પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર શહેરની પાસેના પ્રદેશમાં ગયા. તે એક ઘરમાં ગયા, અને પોતે ત્યાં છે એવું કોઈ જાણે તેમ તે ઇચ્છતા ન હતા; પણ તે છૂપા રહી શક્યા નહિ.


ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ ખાનગીમાં પૂછયું, “અમે એ દુષ્ટાત્માને કેમ કાઢી ન શક્યા?”


તેમણે કહ્યું, “હું જાણું છું કે તમે મારી આગળ આ કહેવત ટાંકશો: “વૈદ, તું પોતાને સાજો કર.’ તમે મને એમ પણ કહેશો, “કાપરનાહૂમમાં તેં કરેલા જે કાર્યો વિષે અમે સાંભળ્યું છે, તે જ કાર્યો અહીં તારા પોતાના વતનમાં કર.”


કેટલાક માણસો લકવાવાળા એક માણસને પથારીમાં ઊંચકી લાવ્યા અને તેઓ તેને ઘરમાં લઈ જઈને ઈસુની આગળ મૂકવા પ્રયત્ન કરવા લાગ્યા.


ઈસુ યહૂદિયાથી ગાલીલ આવ્યા છે તેવું સાંભળીને તે તેમની પાસે ગયો અને તેમને વિનંતી કરી, “મારો પુત્ર મરવાની અણી પર છે; તમે આવીને તેને સાજો કરો.”


તેમણે એ અવાજ સાંભળ્યો એટલે એક મોટું ટોળું એકત્ર થઈ ગયું. તેઓ બધા આશ્ર્વર્યમાં પડી ગયા. કારણ, તેમાંની પ્રત્યેક વ્યક્તિએ વિશ્વાસીઓને પોતપોતાની ભાષામાં બોલતા સાંભળ્યા.


Lean sinn:

Sanasan


Sanasan