Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 16:18 - પવિત્ર બાઇબલ C.L.

18 જો તેઓ સાપ પકડી લે અથવા ઝેર પી જાય, તોપણ તેમને કંઈ ઈજા થશે નહિ; તેઓ બીમાર માણસો પર પોતાના હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેમના હાથમાં પકડશે. ઇજા વગર વિષપાન કરશે. તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજા થશે.”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 16:18
21 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


તું સિંહો અને સર્પોને છૂંદશે; યુવાન સિંહોને અને અજગરોને તું કચડી નાખશે.


“મારી નાની દીકરી મરવાની અણી પર છે. કૃપા કરીને આવો અને તેના માથા પર તમારો હાથ મૂકો, જેથી તે સાજી થાય, અને જીવતી રહે.”


જુઓ, તમને મેં સાપ અને વીંછુઓ પર ચાલવાનો તેમ જ શત્રુની બધી સત્તા પર અધિકાર આપ્યો છે, અને તમને કોઈ કંઈ નુક્સાન કરી શકશે નહિ.


પાઉલે વાપરેલા હાથરુમાલ અને ટુવાલ પણ બીમાર માણસો પાસે લઈ જવામાં આવતા અને તેમના રોગ મટી જતા અને તેમનામાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા.


લોકોને જોઈને પિતરે કહ્યું, “ઓ ઇઝરાયલના માણસો, તમે આ બાબતથી કેમ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા છો? તમે અમારી તરફ કેમ તાકી રહ્યા છો? તમે એમ માનો છો કે અમે અમારી પોતાની શક્તિ કે સિદ્ધિથી આ માણસને ચાલતો કર્યો છે?


તમે જે જોઈ રહ્યા છો અને જાણો છો તે તો તેમના નામ પરના વિશ્વાસ દ્વારા જ બન્યું છે. ઈસુ પરના વિશ્વાસે જ તમ સર્વ સમક્ષ તે આ રીતે સંપૂર્ણ સાજો કરાયો છે.


તો તમારે અને ઇઝરાયલના બધા લોકોએ જાણવું જોઈએ કે જેમને તમે ક્રૂસે જડી દીધા અને જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા એ નાઝારેથના ઈસુના નામના સામર્થ્યથી આ માણસને તમે તમારી સમક્ષ પૂરેપૂરો સાજો થઈને ઊભેલો જુઓ છો.


જે માણસના સંબંધમાં સાજાપણાનો ચમત્કાર કરાયો હતો તે ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરનો હતો.


સાજાપણા અર્થે તમારો હાથ લાંબો કરો, અને એવું થવા દો કે તમારા પવિત્ર સેવક ઈસુને નામે અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો થાય.”


પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, તારું બિછાનું ઊંચકી લે.” એનિયસ તરત જ ઊભો થયો.


ઈશ્વર, જે શાંતિનું મૂળ છે, તે ટૂંક સમયમાં શેતાનને તમારા પગ તળે છૂંદી નાખશે.


એનો એ જ આત્મા કોઈને વિશ્વાસનું, અને કોઈને સાજા કરવાનું સામર્થ્ય આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan