Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 14:61 - પવિત્ર બાઇબલ C.L.

61 પણ ઈસુ ચૂપ રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા નહિ. પ્રમુખ યજ્ઞકારે ફરીથી તેમને પ્રશ્ર્ન પૂછયો, “શું તું મસીહ, સ્તુત્ય ઈશ્વરનો પુત્ર છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

61 પણ તે છાના રહ્યા, ને કંઈ ઉત્તર દીધો નહિ, ફરી પ્રમુખ યાજક તેમને પૂછે છે, “શું તું સ્‍તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

61 પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

61 પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ. તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 14:61
30 Iomraidhean Croise  

હે પ્રભુ, એકમાત્ર તમે જ સ્તુતિપાત્ર છો; તમારાં ફરમાનો મને શીખવો.


રાજા કહે છે, “હું પ્રભુના ઢંઢેરાની ઘોષણા કરીશ, તેમણે મને કહ્યું, ‘તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું.


હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે.


તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને પીડા દેવામાં આવી. પણ તે તેના મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. હલવાનને ક્તલખાને લઈ જવામાં આવે તેમ તેને લઈ જવામાં આવ્યો અને ઘેટું તેનું ઊન કાતરનારની આગળ મૂંગું રહે, તેમ તે પોતાને મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ.


સિમોન પિતરે જવાબ આપ્યો, તમે જીવંત ઈશ્વરના પુત્ર મસીહ છો.


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


તેમણે એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વરપુત્ર, અમારે અને તમારે શું લો વળે? અમારો સમય પૂરો થાય તે પહેલાં તમે અમને રિબાવવા આવ્યા છો?


પ્રમુખ યજ્ઞકારે બધાની સમક્ષ ઊભા થઈને પૂછયું, “તારી વિરુદ્ધના આક્ષેપોનો તારી પાસે કોઈ બચાવ છે?”


પિલાતે તેમને પ્રશ્ર્ન કર્યો, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે જ તે પ્રમાણે કહો છો.”


વળી, યોહાને કહ્યું, “મેં એ જોયું છે, અને હું તમને સાક્ષી આપું છું કે તે ઈશ્વરપુત્ર છે.”


યહૂદીઓ તેમને ઘેરી વળ્યા અને તેમને કહ્યું, “તું ક્યાં સુધી અમને ભ્રમમાં રાખીશ? જો તું મસીહ હોય તો અમને સાચેસાચું કહી દે.”


તો પછી પિતાએ મને અલગ કરીને આ દુનિયામાં મોકલ્યો છે ત્યારે ‘હું ઈશ્વરપુત્ર છું.’ એમ કહેવામાં હું ઈશ્વરનિંદા કરું છું એવું તમે કઈ રીતે કહી શકો?


તેથી પિલાતે તેને પૂછયું, “તો પછી તું રાજા છે, એમ ને?” ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા માટે જ હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે.”


યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.”


તેણે રાજભવનમાં પાછા જઈને ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ જવાબ આપ્યો નહિ.


આ શાસ્ત્રભાગ તે વાંચી રહ્યો હતો: “તે તો ક્તલ કરવા માટે લઈ જવામાં આવતા ઘેટા જેવો હતો; જેમ ઘેટું તેનું ઊન કાતરતી વખતે શાંત રહે છે તેના જેવો તે હતો; તે એક પણ શબ્દ બોલ્યો નહિ.


આ સાચું શિક્ષણ સ્તુત્ય ઈશ્વરના ગૌરવવંતા શુભસંદેશ પ્રમાણે છે અને એ શુભસંદેશ મને જાહેર કરવાનું જણાવાયું છે.


ઈશ્વર સર્વોપરી સત્તાધીશ છે; રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે નિયત સમયે ઈસુને પ્રગટ કરશે.


વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી.


Lean sinn:

Sanasan


Sanasan