Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 13:9 - પવિત્ર બાઇબલ C.L.

9 “તમે પોતે સાવધ રહેજો. તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જવામાં આવશે. ભજનસ્થાનોમાં તમને કોરડા ફટકારશે. મારે લીધે રાજ્યપાલો અને રાજાઓને શુભસંદેશ સંભળાવવા તમે તેમની સમક્ષ ઊભા રહેશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 13:9
37 Iomraidhean Croise  

પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે.


“જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.”


ઈસુએ તેમને કહ્યું, “સાવધ રહો, કોઈ તમને છેતરી ન જાય.


પ્રજાઓ અંદરોઅંદર લડશે, રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેરઠેર ધરતીકંપો થશે અને દુકાળો પડશે. આ બધા બનાવો તો પ્રસવ પહેલાં થતી વેદના જેવા છે.


કોઈ જગ્યાએ લોકો તમને આવકાર ન આપે, અથવા તમારું ન સાંભળે, તો ત્યાંથી જતા રહેજો અને તમારા પગની ધૂળ ખંખેરી નાખજો. એ તેમની વિરુદ્ધ સાક્ષી બની રહેશે.”


જ્યાં લોકો તમને આવકાર ન આપે, તે નગરમાંથી નીકળી જજો, અને તેમની સમક્ષ ચેતવણીરૂપે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.” શિષ્યો ચાલી નીકળ્યા.


મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે.


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા આમ કહે છે: જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિનયહૂદીઓને સુપરત કરશે.”


એ સાંભળીને ન્યાયસભાના સભ્યો સ્તેફન પર ક્રોધે ભરાયા અને તેની સામે ગુસ્સાથી દાંત પીસવા લાગ્યા.


અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.”


માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે.


એ જ ઈશ્વરના સાચા ન્યાયની સાબિતી છે. કારણ, દુ:ખ સહન કરવાથી તમે ઈશ્વરના રાજને માટે યોગ્ય ગણાશો.


તમે સાવધ રહો, જેથી જેને માટે તમે મહેનત કરી છે તે તમે ગુમાવી ન બેસો; પણ તેનો તમને પૂરેપૂરો બદલો મળે.


હું યોહાન, તમારો ભાઈ અને ઈસુની સાથેની સંગતને લીધે તમારાં દુ:ખોમાં અને તેમના રાજમાં અને સહનશીલતામાં સહભાગી છું. ઈશ્વરનો સંદેશ અને ઈસુએ પ્રગટ કરેલ સત્યનો પ્રચાર કરવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલી દેવામાં આવ્યો હતો.


જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.


‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


Lean sinn:

Sanasan


Sanasan