Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 13:14 - પવિત્ર બાઇબલ C.L.

14 “અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ જ્યારે તમે ઉજ્જડના અમંગળપણા [ની નિશાની] જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું), ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “જેનાં કારણે વિનાશ થશે એવી ભયંકર વસ્તુ તમે જોશો. જ્યાં તેને ન હોવું જોઈએ, તે જગ્યાએ તે ઊભી રહેલી હશે.” (જે આ વાંચે છે તેમણે સમજવું.) “તે સમયે, યહૂદિયામાંથી લોકોએ પહાડો તરફ નાસી જવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 13:14
14 Iomraidhean Croise  

તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે.


“હું, પ્રભુ પરમેશ્વર જાહેર કરું છું કે તન અને મનની સુન્‍નત ન કરાવી હોય તેવો કોઈ પરપ્રજાજન મારા મંદિરમાં પ્રવેશ કરે નહિ. ઇઝરાયલી લોકો સાથે વસતો કોઈ પરપ્રજાજન પણ મારા મંદિરમાં પ્રવેશ કરી શકશે નહિ.”


તેના કેટલાક સૈનિકો પવિત્ર મંદિરને તથા કિલ્લાને ભ્રષ્ટ કરશે. અને અત્યંત ધૃણાજનક વસ્તુની ત્યાં સ્થાપના કરશે.


“દરરોજનું અર્પણ બંધ થયાના સમયથી, એટલે કે અત્યંત ધૃણાજનક વસ્તુના સમયથી એક હજાર બસો નેવું દિવસો પસાર થશે.


ત્યારે મેં એક દૂતને બીજા દૂતને પૂછતાં સાંભળ્યો, “દર્શનમાં જે જે જોયું તે ક્યાં સુધી ચાલુ રહેશે? દરરોજનાં બલિદાનોને બદલે પાપાચાર ક્યાં સુધી ચાલશે? અને આકાશી સૈન્ય અને મંદિરને પગ તળે છૂંદવાનું ક્યાં સુધી ચાલશે?”


એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે.


ઈસુએ તેમને પૂછયું, તમને આ બધું સમજાય છે? તેમણે જવાબ આપ્યો, હા.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતા સંબંધી બાળક થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


આ પુસ્તક વાંચનારને તથા તેમાંનાં ભવિષ્યકથનો સાંભળનારને અને તેમાં જે લખેલું છે તેનું પાલન કરનારને ધન્ય છે. કારણ, એ બધું બનવાનો સમય પાસે આવી પહોંચ્યો છે.


આ તો બુદ્ધિ માંગી લે છે, જે કોઈ બુદ્ધિશાળી હોય તે પશુના આંકડા પરથી તેનું નામ શોધી કાઢી શકે છે; કારણ, એ આંકડો એક માણસનું નામ સૂચવે છે. તે આંકડો છસો છાસઠ છે.


Lean sinn:

Sanasan


Sanasan