Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 12:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પણ પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે, ચાલો, આપણે તેને મારી નાખીએ, જેથી તેનો વારસો આપણને મળે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું, ‘એ તો વારસ છે, ચાલો તેને મારી નાખીએ, તો વારસો આપણો થશે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “પણ ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ ધણીનો પુત્ર છે. જો આપણે તેને મારી નાખીશું. તો પછી તેનું ખેતર આપણું થશે.’

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 12:7
18 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જનાવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે.”


જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવાને માટે તેણે પોતાના નોકરોને ખેડૂતો પાસે મોકલ્યા.


યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; કારણ, તેમને ખબર પડી ગઈ કે તેમણે તેમની વિરુદ્ધ જ એ ઉદાહરણ કહ્યું હતું. છતાં લોકોથી ડરતા હોવાને લીધે તેઓ તેમને મૂકીને જતા રહ્યા.


છેલ્લે, માલિકે પોતાનો પ્રિય પુત્ર જ મોકલવાનો બાકી રહ્યો. આખરે, માલિકે પુત્રને મોકલ્યો. તેણે કહ્યું, ‘તેઓ મારા પુત્રનું તો માન રાખશે.’


તેથી તેમણે પુત્રને પકડીને તેનું ખૂન કર્યું, અને તેનું શબ દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધું.”


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


“એ માણસને નામે શિક્ષણ નહિ આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી? પણ તમે શું કર્યું? તમે તમારું શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે, અને તેના ખૂન માટે તમે અમને જવાબદાર ઠરાવવા માગો છો!”


શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હોય? ઘણા સમય પહેલાં ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિષે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને ય દગો દઈને મારી નાખ્યા.


પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan