Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 12:36 - પવિત્ર બાઇબલ C.L.

36 કારણ, પવિત્ર આત્માએ તો દાવિદને આવું કહેવાની પ્રેરણા કરી; ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું: તારા શત્રુઓને તારા પગ તળે મૂકું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી મારે જમણે હાથે બેસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે: ‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું: મારી પાસે જમણી બાજુએ બેસ, અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 12:36
16 Iomraidhean Croise  

“પ્રભુનો આત્મા મારા દ્વારા બોલે છે; તેમનો સંદેશો મારા હોઠ પર છે.


વરસોવરસ તમે તેમને ધીરજપૂર્વક ચેતવણી આપતા રહ્યા; તમે તમારા સંદેશવાહકોને સંદેશો પ્રગટ કરવાની પ્રેરણા કરી; પણ તમારા લોકો બહેરા બન્યા, તેથી તમે અન્ય પ્રજાઓને તેમના પર જીત મેળવવા દીધી.


યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.”


પૃથ્વીના નહિ, કારણ, તે તેમનું પાયાસન છે. યરુશાલેમના નહિ, કારણ, તે મહાન રાજા દાવિદનું શહેર છે.


“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.


પછી તેઓ અંદરોઅંદર સહમત નહિ થતાં જતા રહ્યા, પણ તેઓ જતા હતા ત્યારે પાઉલે તેમને કહ્યું, “પવિત્ર આત્માએ સંદેશવાહક યશાયા દ્વારા તમારા પૂર્વજોને કેટલું સચોટ કહ્યું હતું!


કારણ, ઈશ્વર તેમના સર્વ શત્રુઓને હરાવીને ખ્રિસ્તના પગ નીચે લાવે, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ.


એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.


ઈશ્વરે કદી પોતાના દૂતને એમ નથી કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ મૂકવાનું આસન ન બનાવું ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”


આ બાબતની પ્રતીતિ એ પરથી થાય છે કે ઈશ્વરે બીજો દિવસ જેને ‘આજનો દિવસ’ કહેવાય છે તેને નિયત કર્યો છે. અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલ શાસ્ત્રભાગમાં તે દિવસ સંબંધી ઘણાં વર્ષો પછી ઈશ્વર દાવિદ દ્વારા બોલ્યા, “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો હઠીલા બનશો નહિ.”


તે ઉદ્ધાર કયે સમયે અને કેવી રીતે આવશે તે શોધવા તેમણે પ્રયત્ન કર્યો હતો. ખ્રિસ્તે સહન કરવાનાં દુ:ખો વિષે અને તે પછી તેમને મળનાર મહિમા વિષે પવિત્ર આત્માએ ભવિષ્યકથન કર્યું ત્યારે તેમનામાં વસતા ખ્રિસ્તના આત્માએ તેમને તેમનો સમય જણાવ્યો હતો.


કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan