Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 12:2 - પવિત્ર બાઇબલ C.L.

2 દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવા માટે તેણે પોતાના એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો કે, તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીનાં ફળમાંથી કંઈ લે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીના ફળનો ભાગ મેળવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “થોડા વખત પછી, દ્રાક્ષ ચૂંટવાનો સમય આવ્યો. તેથી તે માણસે તેનો દ્રાક્ષનો ભાગ લેવા માટે એક નોકરને ખેડૂત પાસે મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 12:2
18 Iomraidhean Croise  

ઇઝરાયલ અને યહૂદિયાને ચેતવણી આપવા માટે પ્રભુએ પોતાના સેવકો અને સંદેશવાહકોને મોકલ્યા હતા: “તમારા દુષ્ટ માર્ગો છોડી દો અને તમારા પૂર્વજોને ફરમાવેલ અને મારા સેવકો એટલે સંદેશવાહકો મારફતે તમારી પાસે મોકલેલ નિયમશાસ્ત્રમાંની મારી આજ્ઞાઓ અને ફરમાનો પાળો.”


તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ દયાળુ હોવાથી તે તેમને અને મંદિરને બચાવવા માગતા હતા તેથી પોતાના લોકોને ચેતવણી આપવા સંદેશવાહકોને વારંવાર મોકલતા રહ્યા.


તેમણે અમને જણાવ્યું હતું: ‘જ્યાં તમે વસવાટ માટે જાઓ છો તે દેશ તો ત્યાંના લોકોની અશુદ્ધતા અને તેમનાં ઘૃણાપાત્ર કૃત્યોની મલિનતાથી ભરેલો છે.


તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે.


મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ.


જો કે તમારી મધ્યે મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને હું તમને વારંવાર આગ્રહથી કહેતો રહ્યો કે હું જેમને ધિક્કારું છું તેવાં ભૂંડાં કાર્યો કરશો નહિ.


મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી!


યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું.


દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવાને માટે તેણે પોતાના નોકરોને ખેડૂતો પાસે મોકલ્યા.


પછી ઈસુએ તેમની સાથે ઉદાહરણો દ્વારા વાત કરી: “એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. પછી એ દ્રાક્ષવાડી ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ મુસાફરીએ ગયો.


ખેડૂતોએ નોકરને પકડયો, તેને માર માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો.


પણ જે નોકર પોતાનો શેઠ શું ઇચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે, તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને પુષ્કળ આપવામાં આવે છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.


દ્રાક્ષ ઉતારવાનો સમય આવ્યો એટલે તેણે કમાણીનો પોતાનો હિસ્સો મેળવવા માટે એક નોકરને પેલા ખેડૂતો પાસે મોકલ્યો. પણ ખેડૂતોએ નોકરને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો.


પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને વિવિધ રીતે બોલ્યા હતા,


Lean sinn:

Sanasan


Sanasan