Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 12:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને ઈસુએ ઉત્તર આપ્યો, “જે કાઈસારનાં છે તે કાઈસારને, ને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.” અને તેઓ તેમનાથી ઘણા અંચબો પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ઈસુએ જવાબ આપતાં તેઓને કહ્યું કે, ‘જે કાઈસારનાં છે કાઈસારને અને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.’” અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી ઈસુએ તેઓને કહ્યું, “કૈસરની જે વસ્તુઓ છે તે કૈસરને આપો. અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.” ઈસુએ જે કહ્યું તેથી તે માણસો નવાઇ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 12:17
22 Iomraidhean Croise  

મારા પુત્ર, તું મને દયપૂર્વક આધીન થા, અને તારી દૃષ્ટિ સતત મારા માર્ગ પર રાખ.


મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.


સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’


તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો.


એ જવાબ સાંભળીને તેઓ તો આભા જ બની ગયા, અને ઈસુને મૂકીને ચાલ્યા ગયા.


એ સાંભળીને લોકો તેમના શિક્ષણથી આભા બની ગયા.


કોઈ ઈસુને જવાબ આપી શકાયું નહિ, અને તે દિવસથી ઈસુને પ્રશ્ર્નો પૂછવાની કોઈની હિંમત ચાલી નહિ.


ઈસુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા અને જે લોકો તેમની સાથે હતા તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: ઇઝરાયલી લોકોમાં પણ આ માણસના જેવો વિશ્વાસ મેં કદી જોયો નથી.


તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. એટલે તેમણે પૂછયું, “આમાં કોની છાપ અને કોનું નામ છે?” તેમણે જવાબ આપ્યો, “પરદેશી રોમન સમ્રાટનાં.”


તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


તેથી ઈસુએ કહ્યું, “તો પછી જે રોમન સમ્રાટનું હોય તે રોમન સમ્રાટને અને જે ઈશ્વરનું હોય તે ઈશ્વરને ભરી દો.”


મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે.


દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો.


ખરાબ હેતુના ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને ન કરો. એથી ઊલટું, તમને મરણમાંથી જીવનમાં લાવવામાં આવ્યા છે, માટે તમારી સોંપણી ઈશ્વરને કરો અને તમારા અવયવોને સદાચાર માટે ઈશ્વરને સોંપી દો.


સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો.


Lean sinn:

Sanasan


Sanasan