Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:43 - પવિત્ર બાઇબલ C.L.

43 પણ તમારામાં એવું ન થવું જોઈએ. જો તમારામાંનો કોઈ આગેવાન બનવા માગે, તો તેણે બાકીનાના સેવક બનવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 પણ તમારામાં એમ નથી; પણ તમારામાં જે કોઈ મોટો થવા‍ ચાહે, તે તમારો સેવક થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તેણે તમારા ચાકર થવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:43
15 Iomraidhean Croise  

તેથી ઈસુએ બધાને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જેમને પરદેશીઓ પર સત્તા ચલાવવાની હોય છે, તેઓ લોકો પર દમન ગુજારે છે, અને સત્તાધીશો તેમની પર અધિકાર ચલાવે છે.


વળી, જો કોઈ પ્રથમ થવા ચાહે, તો તેણે બધાના ગુલામ બનવું જોઈએ.


ઈસુ બેઠા અને પોતાના બારે શિષ્યોને બોલાવીને કહ્યું, “તમારામાં જે પ્રથમ થવા માગે તેણે પોતાને સૌથી છેલ્લો રાખવો અને બધાના સેવક થવું.”


કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”


ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.”


પણ તમારા સંબંધમાં એવું ન થવું જોઈએ. એથી ઊલટું, તમારામાં જે સૌથી મોટો હોય તેણે તો સૌથી નાના જેવા થવું, અને આગેવાનોએ નોકર જેવા બનવાનું છે.


અને તેમને કહ્યું, “મારે નામે આ બાળકનો જે આવકાર કરે છે તે મારો આવકાર કરે છે; અને જે મારો આવકાર કરે છે તે મને મોકલનારનો પણ આવકાર કરે છે. કારણ, તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે.”


ઈસુએ કહ્યું, “મારું રાજ આ દુનિયાનું નથી; જો મારું રાજ આ દુનિયાનું હોત, તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત, પણ લડાઈ કરત. પણ મારું રાજ અહીંનું નથી.”


આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે.


તમે સ્વતંત્ર રહો એ માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. પણ તમારું સ્વાતંય તમારી શારીરિક ઇચ્છાઓને સ્વચ્છંદતાના માર્ગે લઈ જવાનું બહાનું ન બની જાય, તેનું ધ્યાન રાખો. એને બદલે, એકબીજા પરનો પ્રેમ તમને સેવા કરતાં શીખવે.


Lean sinn:

Sanasan


Sanasan