Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:38 - પવિત્ર બાઇબલ C.L.

38 ઈસુએ તેમને કહ્યું, “તમે શું માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે શું તમે પી શકો છો? મારે જે રીતે બાપ્તિસ્મા પામવાનું છે તે રીતે શું તમે બાપ્તિસ્મા પામી શકો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 પણ ઈસુએ તેઓને કહ્યું, “તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 ઈસુએ કહ્યું, “તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમે સ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:38
14 Iomraidhean Croise  

રાજાએ કહ્યું, “તમે તેને શૂનેમની અબિશાગ સોંપવાની માગણી મૂકો છો! તો પછી તેને રાજ્ય સોંપી દેવાનું ય કહોને! ગમે તેમ તોય તે મારો મોટો ભાઈ છે અને અબ્યાથાર યજ્ઞકાર અને યોઆબ તેના પક્ષમાં છે!”


પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે.


તેથી પ્રભુ પરમેશ્વર, તમારા ઈશ્વર તમારા બચાવપક્ષે બોલે છે. મેં તમારા હાથમાંથી તમને લથડિયાં ખવડાવનાર કોપનો પ્યાલો લઈ લીધો છે. હવે પછી તમારે કદી એ કોપના મોટા પ્યાલામાંથી પીવાનો વારો આવશે નહિ.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “મારા કોપરૂપી દ્રાક્ષાસવનો પ્યાલો મારા હાથમાંથી લે અને જે જે પ્રજાઓની પાસે હું તને મોકલું તેમને તે પીવડાવ.


અને તું? આવા સમયે શું તું તારે પોતાને માટે કોઈ ખાસ આકાંક્ષા રાખે છે? કોઈ અભિલાષા રાખીશ નહિ! કારણ, હું સમગ્ર માનવજાત પર આફત લાવીશ. પણ તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ; તારે માટે એ જ મોટી વાત છે, અને એને તું યુદ્ધમાં મળેલી લૂંટ તૂલ્ય ગણજે.”


પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે શિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શકાય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો! તેમ છતાં મારી નહિ, પણ તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ.


તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.


તેમણે કહ્યું, “આબ્બા, પિતા, તમારે માટે બધું શકાય છે. આ પ્યાલો મારી આગળથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પૂરી થાઓ.”


મારે એક બાપ્તિસ્મા પામવાનું છે; એ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું કેવી ભીંસમાં છું!


તેમણે કહ્યું, “હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”


ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક, મારા પિતાએ મને આપેલો પ્યાલો શું હું ના પીઉં?”


વળી, આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું માગવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણે માટે વિનવણી કરે છે; અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ.


તમે ઈશ્વર પાસે માગો છો પણ મળતું નથી; કારણ, તમે તમારી ભૂંડી ઇચ્છાઓ સંતોષવાના ખોટા ઇરાદાથી માગો છો.


Lean sinn:

Sanasan


Sanasan