Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:24 - પવિત્ર બાઇબલ C.L.

24 શિષ્યો એ શબ્દો સાંભળી ચોંકી ઊઠયા, પણ ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “મારાં બાળકો, ઈશ્વરના રાજમાં પેસવું એ કેટલું અઘરું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, “મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે!

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:24
28 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


“આ માણસને જુઓ; જેણે ઈશ્વરને પોતાના આશ્રય ન બનાવ્યા, પરંતુ પોતાના વિપુલ ધન પર ભરોસો રાખ્યો, અને પોતાની દુષ્ટતામાં સલામતી શોધી તે એ છે.”


જુલમથી પડાવેલા પૈસા પર ભરોસો રાખશો નહિ; લૂંટેલી સંપત્તિથી લાભ થવાની આશા રાખશો નહિ; અને જો સંપત્તિમાં વૃદ્ધિ થાય, તો તે પર ચિત્ત ચોંટાડશો નહિ.


પોતાના ધન પર ભરોસો રાખનાર પાનખરનાં પાનની જેમ ખરી પડશે, પણ નેકજનો વસંતનાં પર્ણોની જેમ ખીલી ઊઠશે.


ધનવાનોની દષ્ટિમાં તેમનું ધન કિલ્લેબંધ નગર જેવું છે; જે ઊંચા કોટની જેમ તેમનું રક્ષણ કરે છે.


હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


તમારું આવી બન્યું છે! તમે જોરજુલમથી પડાવી લઈને તમારા કુટુંબને ધનવાન બનાવ્યું છે, અને ઊંચે બાંધેલા માળાની જેમ તમારા ઘરને નુક્સાન અને જોખમથી સલામત કર્યું છે.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


એ સાંભળીને શિષ્યોને નવાઈ લાગી. તેમણે પૂછયું, તો પછી ઉદ્ધાર કોણ પામી શકે?


લોકો અચંબો પામી ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા, “આ શું? અધિકારયુક્ત નવું જ શિક્ષણ! આ માણસ દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ તેનું માને છે પણ ખરા!”


ઈસુએ આજુબાજુ નજર ફેરવતાં પોતાના શિષ્યોને કહ્યું, “ધનવાન માણસો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશ મેળવવાનું કેટલું મુશ્કેલ છે!”


આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા.


મારાં બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો; પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું: જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.


પછી ઈસુએ તેમને કહ્યું, “જુવાનો, શું તમે એક પણ માછલી પકડી નથી?” તેમણે જવાબ આપ્યો, “ના”


તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ શિક્ષણ સ્વીકારવાનું ખૂબ અઘરું છે. આવું તે કોણ સાંભળી શકે?”


મારાં પ્રિય બાળકો, તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી પ્રસવવેદના જેવી વેદના મને તમારે માટે ફરીથી થાય છે.


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે.


પણ મારાં બાળકો, તમે તો ઈશ્વરના છો અને જૂઠા સંદેશવાહકોને તમે હરાવ્યા છે. કારણ, તમારામાં રહેતો પવિત્ર આત્મા દુનિયામાં રહેલા આત્મા કરતાં વધુ શક્તિશાળી છે.


મારાં બાળકો, મૂર્તિઓથી દૂર રહો.


તું કહે છે, “હું ધનવાન છું; મેં સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને મને કશાની ખોટ નથી.” પરંતુ તું કેટલો દુ:ખી અને દયાપાત્ર છે તેની તને ખબર નથી! તું તો ગરીબ, નગ્ન અને અંધ છે.


Lean sinn:

Sanasan


Sanasan