Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 10:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ઈસુએ આજુબાજુ નજર ફેરવતાં પોતાના શિષ્યોને કહ્યું, “ધનવાન માણસો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશ મેળવવાનું કેટલું મુશ્કેલ છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને ઈસુ આસપાસ જોઈને પોતાના‍ શિષ્યોને કહે છે, “જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, ‘જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પછી ઈસુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને કહ્યું, “ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું ઘણું મુશ્કેલ હશે!”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 10:23
13 Iomraidhean Croise  

જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, અને વિશુદ્ધ સુવર્ણમાં સલામતી માની હોય;


હું તમને સાચે જ કહું છું: જ્યાં સુધી તમે બદલાઓ નહિ, અને બાળકોના જેવા બનો નહિ, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામશો નહિ.


હું તમને સાચે જ કહું છું: જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરી શકશે નહિ.”


એ માણસે જ્યારે તે સાંભળ્યું, ત્યારે તેનું મોં ઉદાસ થઈ ગયું, અને તે દુ:ખી થઈ ચાલ્યો ગયો; કારણ, તે ઘણો ધનવાન હતો.


ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો.


પણ કોણે સ્પર્શ કર્યો હતો તેને જોવા ઈસુએ આસપાસ નજર ફેરવી.


એ જોઈને ઈસુએ કહ્યું, “ધનવાન લોકો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશવું કેટલું અઘરું છે!


ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી.


ભાઈઓ, ઈશ્વરે તમને આપેલા આમંત્રણને ધ્યાનમાં રાખો. માનવી ધોરણો પ્રમાણે તમારામાંના ઘણા જ્ઞાની, શક્તિશાળી કે ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવતા નહોતા.


મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.


આ રીતે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના સાર્વકાલિક રાજ્યમાં પ્રવેશ પામવાને તમે પૂરા હક્કદાર બનશો.


Lean sinn:

Sanasan


Sanasan