Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 1:44 - પવિત્ર બાઇબલ C.L.

44 “જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 અને તે તેને કહે છે, “જોજે, કોઈને કંઈ કહેતો ના. પણ જઈને પોતાને યાજકને બતાવ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું, તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 અને કહ્યું કે, ‘જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 “મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 1:44
9 Iomraidhean Croise  

પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે.


પછી ઈસુએ તેને વિદાય આપતાં સખત શબ્દોમાં કહ્યું,


ઈસુએ તેમને જોઈને કહ્યું, “જાઓ, યજ્ઞકાર પાસે જઈને તમારું શરીર બતાવો.”


ઈસુએ તેને આજ્ઞા કરી, “આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ; પછી તું શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન ચઢાવ.”


અફસરે કહ્યું, “તેં મને આ જણાવ્યું છે એવું કોઈને કહીશ નહિ.” પછી તેણે પેલા યુવાનને વિદાય કર્યો.


શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે તો આપણને શિક્ષણ આપવા માટે છે; જેથી શાસ્ત્રમાંથી મળતાં ધીરજ અને પ્રોત્સાહનથી આપણામાં આશા ઉત્પન્‍ન થાય.


આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે.


Lean sinn:

Sanasan


Sanasan