Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેઓમાં શ્રેષ્ઠ ગણાતો માણસ ઝાંખરાં જેવો અને સૌથી પ્રામાણિક મનાતો માણસ કાંટા કરતાંયે નકામો છે. સંદેશવાહકોએ જેને વિષે ચેતવણી આપી છે તે દિવસ આવી પહોંચ્યો છે અને ત્યારે ઈશ્વર લોકોને સજા કરશે. હવે તેઓ ભારે વિમાસણમાં પડી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓમાંનો જે સર્વોત્તમ [ગણાય] છે તે ઝાંખરા જેવો છે. જે સૌથી પ્રામાણિક [ગણાય] છે તે કાંટાની વાડ કરતાં [નઠારો] છે. તારા ચોકીદારોએ જણાવેલો દિવસ, એટલે તારી શિક્ષાનો દિવસ, આવી પહોંચ્યો છે; હવે તેઓને ગભરાટ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે, તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે; સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે, પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે. તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે; ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો તમે અનુભવ કરશો.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:4
16 Iomraidhean Croise  

ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


દર્શનની ખીણમાં આ દિવસ તો ઉત્પાત, પાયમાલી અને અંધાધૂંધીનો દિવસ છે, અને સર્વસમર્થ પરમેશ્વરે તે મોકલ્યો છે. આપણા નગરની દીવાલો તોડી પાડવામાં આવી છે અને મદદ માટેના પોકારોના પડઘા પર્વતોમાં પડે છે.


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે.


અલબત્ત, કોઈ જીવતું રહેવા પામશે નહિ; કારણ, અનાથોથના લોકો પર હું નક્કી કરેલા સમયે આપત્તિ લાવીશ.”


તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.


શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


પ્રભુએ કહ્યું, “ઇઝરાયલનો તિરસ્કાર કરનાર આસપાસના લોકો હવે કદી તીક્ષ્ણ કાંટા કે ઝાંખરાની જેમ તેને ભોંકાશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.”


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “પાકેલાં ફળોની ટોપલી.” પ્રભુએ મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો સમય પાકી ચૂકયો છે. હવે તેમને સજા કરવા અંગેનો મારો વિચાર હું બદલીશ નહિ.


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે.


તેને ઈશ્વર આશિષ આપે છે. પણ તે જમીન કાંટા ઝાંખરા ઉગાડે તો બિનઉપયોગી બને છે. તેવી જમીન શાપિત થવાના જોખમમાં છે; તે અગ્નિ દ્વારા બાળી નંખાશે.


Lean sinn:

Sanasan


Sanasan