Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:18
80 Iomraidhean Croise  

જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.”


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવો કોઈ દેવ જ નથી. તમે તમારા લોકો સાથે કરેલો કરાર પાળો છો અને તેઓ તમારા પ્રત્યે દયની પૂરી નિષ્ઠા ધરાવે છે ત્યારે તેમના પ્રત્યે તમારો પ્રેમ દર્શાવો છો.


તમે પ્રભુ તરફ પાછા ફરશો તો તમારા સગાંસંબંધીઓને કેદીઓ તરીકે લઈ જનાર તેમની દયા ખાશે અને તેમને પાછા ઘેર મોકલી દેશે. તમારા ઈશ્વર પ્રભુ દયાળુ અને કૃપાવંત છે, અને તમે તેમની પાસે પાછા ફરશો, તો તે તમારો સ્વીકાર કરશે.”


મારી પ્રાર્થનાઓ અને તમારા ઇઝરાયલી લોકની આ સ્થળ તરફ મુખ રાખીને કરેલી પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી સાંભળીને અમને ક્ષમા કરજો.


તેમણે આધીન થવાનો ઇનકાર કર્યો; ભલાઈનાં તમારાં બધાં કૃત્યો તેઓ ભૂલી ગયા; તમારા અદ્‍ભુત ચમત્કારો પણ તેઓ ભૂલી ગયા. પોતાના ઘમંડમાં તેમણે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવાને એક આગેવાન પસંદ કરી દીધો. પણ તમે તો ક્ષમાશીલ ઈશ્વર છો; તમે કૃપાવંત, પ્રેમાળ અને મંદરોષી છો; તમારી દયા ઘણી મહાન છે; અને તમે તેમનો ત્યાગ કર્યો નહિ.


જેમ પિતા પોતાનાં સંતાનો પ્રત્યે દયાળુ હોય છે, તેમ પ્રભુ પોતાના ભક્તો પર દયાળુ છે.


પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે.


હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો.


અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો.


જેમને તમે પસંદ કરો છો, અને તમારા પ્રાંગણમાં વસાવો છો તેમને ધન્ય છે. અમે તમારા ઘરની, તમારા પવિત્ર મંદિરની ઉત્તમ આશિષોથી સંતુષ્ટ થઈશું.


હે ઈશ્વર, તમારું વિશ્વાસુપણું આકાશ સુધી પહોંચે છે, તમે મહાન કાર્યો કર્યાં છે. હે ઈશ્વર, તમારા સમાન કોણ છે?


પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો.


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


આકાશમંડળમાં પ્રભુ સમાન કોણ છે? અને દેવપુત્રોમાં પ્રભુ જેવો કોણ છે?


હે સેનાધિપતિ પ્રભુ ઈશ્વર, હે યાહ, તમારા સમાન પરાક્રમી કોણ છે? તમારું વિશ્વાસુપણું તમારી આસપાસ છે.


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.”


પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


આપણા દેશનો કોઈ રહેવાસી પોતે બીમાર છે એવી ફરિયાદ કરશે નહિ અને ત્યાં વસતા સઘળા લોકોનાં બધાં પાપ માફ કરાશે.


તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે.


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કોની સાથે તમે તેમના સ્વરૂપની તુલના કરશો?


તેથી પવિત્ર ઈશ્વર કહે છે, “તમે કોની સાથે મારી તુલના કરશો?”


છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં.


મેં વાદળની જેમ તારાં પાપ અને સવારના ધૂમ્મસની જેમ તારા અપરાધ ભૂંસી નાખ્યાં છે. મારી તરફ પાછો ફર; કારણ મેં તારો ઉદ્ધાર કર્યો છે.”


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


લાંબી યાત્રાઓથી તું થાકી ગઈ, પણ ‘હવે કોઈ આશા રહી નથી’ એવું તું બોલી નહિ. તને જોમ પ્રાપ્ત થયું હોય તેમ તું હતાશ થઈ નહિ.


હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.


જેમ જુવાન કુંવારી સાથે લગ્ન કરે તે જ પ્રમાણે તારો બાંધનાર તારી સાથે લગ્ન સંબંધ બાંધશે. જેમ વર પોતાની કન્યાથી હર્ષ પામે તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.


તેથી હે પ્રભુ, અમારા પર અતિશય ગુસ્સે થશો નહિ અને અમારાં પાપ અમારી વિરુદ્ધ કાયમ માટે સંભાર્યા કરશો નહિ. અમારી અરજ છે કે અમે તમારા લોક છીએ એ વાત લક્ષમાં લો.


હું યરુશાલેમને લીધે આનંદ પામીશ અને તેના લોકને લીધે હર્ષ પામીશ. ત્યાં ફરી કદી રુદન કે વિલાપનો સાદ સંભળાશે નહિ.


તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ.


તમે કાયમને માટે રોષે ભરાયેલા રહેશો નહિ અને તમે અંત સુધી વેર રાખવાના નથી.’ હે ઇઝરાયલ, તું એ પ્રમાણે કહે છે ખરી, પણ સાથે સાથે તેં તારી ઇચ્છા પ્રમાણે દુષ્ટતા આચરવાનું ચાલુ રાખ્યું છે!”


એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું.


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


તેમનું કલ્યાણ કરવામાં હું આનંદ માનીશ અને મારા પૂરા દયથી અને સંપૂર્ણ દિલથી હું તેમને આ દેશમાં કાયમને માટે સંસ્થાપિત કરીશ.


મારી વિરુદ્ધ પાપ કરવાને લીધે તેમને જે દોષ લાગ્યો છે તેથી હું તેમને શુદ્ધ કરીશ, અને તેમણે મારી વિરુદ્ધ બંડ કરીને કરેલા તેમના બધા અપરાધો હું માફ કરીશ.


ત્યારે એબેદ-મેલેખે મહેલમાંથી ત્યાં જઈને રાજાને કહ્યું,


એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.”


પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે, એ જ વાતનો ગર્વ કરવો; કારણ, હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું, અને એમનાથી જ હું પ્રસન્‍ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું.”


પ્રભુ પરમેશ્વર પૂછે છે: “શું કોઇ દુષ્ટના મોતથી મને આનંદ થાય? મને તો તે પોતાના પાપથી વિમુખ થાય અને જીવતો રહે તો જ આનંદ થાય.


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


એણે પહેલાં કરેલાં પાપ નહિ સંભારતાં હું તેમને માફ કરીશ અને તે ન્યાયનીતિથી વર્ત્યો હોવાથી તે નક્કી જીવશે.


અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો હોવા છતાં તમે દયાળુ અને ક્ષમાશીલ છો.


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


હું ઇઝરાયલી લોકો માટે ઝાકળરૂપ બનીશ અને તેઓ પોયણાંની માફક ખીલી ઊઠશે. લબાનોનનાં વૃક્ષોની જેમ તેમનાં મૂળ ઊંડાં જશે.


પણ યાહવેને નામે સહાયને માટે વિનંતી કરનાર સૌ કોઈ બચી જશે. પ્રભુએ કહ્યું છે તેમ, “યરુશાલેમમાંથી કેટલાક બચી જશે; જેમને હું પસંદ કરું તેઓ બચી જશે.”


પ્રભુ કહે છે: “અદોમના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ તલવાર લઈને પોતાના ભાઈ ઇઝરાયલની પાછળ પડયા અને તેમના પર કંઈ દયા દાખવી નહિ. તેમના ક્રોધાવેશને કોઈ સીમા નહોતી અને તેમનો રોષ કદી શમ્યો જ નહિ.


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “ઓળંબો.” ત્યારે તેમણે કહ્યું, “મારા લોક ઓળંબાની દોરીની બહાર ખસી ગયેલી દીવાલ જેવા છે, અને એ દર્શાવવા હું ઓળંબાનો ઉપયોગ કરી રહ્યો છું. તેમને સજા કરવા સંબંધીનો મારો વિચાર હવે હું બદલીશ નહિ.


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “પાકેલાં ફળોની ટોપલી.” પ્રભુએ મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો સમય પાકી ચૂકયો છે. હવે તેમને સજા કરવા અંગેનો મારો વિચાર હું બદલીશ નહિ.


તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો.


“પરંતુ હે યાકોબના વંશજો, હું તમને જરૂર એકઠા કરીશ. હું ઇઝરાયલના બચી ગયેલા સૌને એકત્ર કરીશ. વાડામાં પાછાં ફરતાં ઘેટાંની જેમ હું તમને પાછા લાવીશ. ઘેટાંથી ભરાઈ ગયેલા વાડાની જેમ તમારો દેશ ફરી એકવાર લોકોથી ભરપૂર થશે.”


તેઓ અપંગ થઈ ગયા છે અને ઘરથી બહુ દૂર છે, પણ હું તેમની સાથે નવેસરથી શરૂઆત કરીશ અને તેઓ એક મહાન પ્રજા બનશે. પછી સિયોન પર્વત પરથી હું તેમના પર સદાસર્વદા રાજ કરીશ.”


તેથી ગર્ભવતીને પુત્ર જન્મે ત્યાં સુધી પ્રભુ પોતાના લોકોને તજી દેશે. પછી તો એ પુત્રના જાત ભાઈઓમાંથી બચી ગયેલા લોકો દેશનિકાલમાંથી પાછા આવી બીજા ઇઝરાયલીઓ સાથે ભેગા થશે.


હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો.


તારા ઈશ્વર પ્રભુ તારી મધ્યે છે. તે પોતાના સામર્થ્યથી તારો બચાવ કરનાર છે. પ્રભુ તારામાં હર્ષ પામશે અને તેમના પ્રેમમાં તે તને નવજીવન બક્ષશે.


યાકોબના વંશજોમાં કોઈ અનીતિ દેખાઈ નથી; ઇઝરાયલીઓમાં કોઈ ઉપદ્રવ જણાયો નથી. પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે છે; તેઓ તેમના રાજા ઈશ્વરનો જયજયકાર પોકારે છે.


પણ આપણે આનંદોત્સવ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે.”


તેના નામમાં યરુશાલેમથી શરૂ કરીને બધી પ્રજાઓને ‘પાપથી પાછા ફરો અને ઈશ્વર તમારાં પાપ માફ કરશે,’ એ સંદેશો તમારે પ્રગટ કરવો જોઈએ.


ઈશ્વરે તેને શો જવાબ આપ્યો? “જૂઠા દેવ બઆલની આગળ પોતાનાં ધૂંટણ કદી નમાવ્યાં નથી એવા સાત હજાર માણસોને મેં મારે માટે સાચવી રાખ્યા છે.”


હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી.


Lean sinn:

Sanasan


Sanasan