Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેઓ સાપની જેમ ધૂળમાં પેટે ચાલશે. ભારે ભય અને ધ્રુજારી સાથે તેઓ તેમના કિલ્લાઓમાંથી બહાર નીકળી આવશે. તેઓ બીકથી ઈશ્વર આપણા પ્રભુ તરફ ફરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓ સાપની જેમ ધૂળ ચાટશે; તેઓ પૃથ્વી પરનાં પેટે ચાલનારાં પ્રાણીઓની જેમ પોતાની ગુપ્ત જગાઓમાંથી ધૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તેઓ આપણા ઈશ્વર યહોવાની પાસે બીતી આવશે, ને તમારાથી ડરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેઓ સાપની પેઠે ધૂળ ચાટશે; જમીન ઉપર પેટેથી ઘસડાતા પ્રાણીઓની જેમ તેઓ પોતાના કિલ્લાઓમાંથી બહાર આવશે. તેઓ આપણા દેવ યહોવાને કારણે ભયથી થરથર કાંપશે અને તારાથી ડરીને ચાલશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:17
27 Iomraidhean Croise  

તેઓ નાહિંમત થઈ જાય છે અને પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે.


આથી યહૂદિયાની આસપાસનાં સર્વ રાજ્યો પ્રભુથી ડરવા લાગ્યાં અને તેમણે યહોશાફાટ સામે લડાઈ કરવાની હિંમત કરી નહિ.


પરદેશીઓ હિંમત હારી જાય છે; તેઓ તેમની આડશો પાછળથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. વિજય માટે આભારદર્શન


સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો.


રણપ્રદેશની જાતિઓ તેની આગળ નમો અને તેના શત્રુઓ તેની સમક્ષ ધૂળ ચાટતા થઈ જાઓ.


હે પ્રભુ, તમે તેમને ભયભીત કરો; જેથી તેઓ જાણે કે તેઓ તો ક્ષણભંગૂર છે (સેલાહ)


સમર્થ પ્રજાઓ તમારી સ્તુતિ કરશે, અને ઘાતકી પ્રજાનાં શહેરોના લોકો તમારો ડર રાખશે.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


પૂર્વથી પશ્ર્વિમ સુધી સૌ કોઈ પ્રભુના નામથી અને તેમના મહાન પ્રતાપથી બીશે. પ્રભુની ફૂંકથી ધકેલાતી ધસમસતી નદીની જેમ પ્રભુ આવશે.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


જેમ અગ્નિ ઝાડીઝાંખરા સળગાવે અને પાણીને ઉકાળે તેમ તેઓ ધ્રૂજી ઊઠશે. તમારા શત્રુઓને તમારા નામનો પરચો કરાવવા અને તમારી હાજરીથી પ્રજાઓને ધ્રૂજાવી દેવા નીચે ઊતરી આવો.


વરુ અને ઘેટાનું બચ્ચું જોડાજોડ ચરશે. સિંહ બળદની જેમ ઘાસ ખાશે અને સાપ ધૂળ ખાશે. મારા આખા પવિત્ર પર્વત સિયોન પર તેઓ કંઈ નુક્સાન પહોંચાડશે નહિ કે વિનાશ કરશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે.


તેઓ કરાડવાળાં કોતરોમાં, ખડકોની ફાટોમાં, બધાં કાંટાળા છોડવાઓમાં અને જળાશયોની બખોલોમાં છવાઈ જશે.


પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે.


યરુશાલેમ મારે માટે આનંદ, સ્તુતિ અને ગૌરવનું સ્રોત થઈ પડશે. યરુશાલેમને મેં આપેલી સંપત્તિ અને સમૃદ્ધિની વાતો સાંભળીને દુનિયાના બધા દેશો ભયથી કાંપી ઊઠશે.”


આપણે આધીન થઈને નમી જવું જોઈએ, એથી કદાચ આપણે માટે આશા હોય પણ ખરી.


પર્વતના બે ભાગ પાડી દેતી એ ખીણમાં થઈને તમે નાસી છૂટશો. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થતાં તમારા પૂર્વજો ભાગી છૂટયા તેમ તમે પણ નાસી જશો. મારો પ્રભુ પોતાના સર્વ દૂતો સહિત આવશે.


તેઓ ભૂખમરાથી અને કારમા દુકાળથી વિનાશ પામશે; તેઓ ભયાનક રોગોથી મૃત્યુ પામશે. તેમને ફાડી ખાવાને હું જંગલી પશુઓ મોકલીશ, અને કરડવાને ઝેરી સાપો મોકલીશ.


તેમણે જવાબ આપ્યો, “અમે એટલા માટે એમ કર્યું કે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના સેવક મોશેને તમને આ આખો દેશ આપવાની અને તમે આગળ વધો તેમ તેમ તેના રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા આપી હતી તેવી અમને ચોક્કસ ખબર મળી હતી.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


તેથી તેઓ પલિસ્તીઓની નજરે પડયા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જુઓ, ગુફાઓમાં સંતાઈ ગયેલા કેટલાક હિબ્રૂ હવે બહાર આવે છે!”


Lean sinn:

Sanasan


Sanasan