Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:14 - પવિત્ર બાઇબલ C.L.

14 હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 [હે પ્રભુ] તમારા લોકો જેઓ તમારા વારસાનું ટોળું છે, ને જેઓ એકાંતમાં રહે છે તેઓને તમારી લાકડી તમારી પાસે રાખીને કાર્મેલના વનમાં ચારો. પુરાતન કાળથી જેમ તેઓને બાશાનમાં તથા ગિલ્યાદમાં ચરવા દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો, તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો; તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો. ભલે અગાઉના દિવસોની જેમ બાશાન અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:14
35 Iomraidhean Croise  

એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ.


હું વીતેલા દિવસોનું સ્મરણ કરું છું; હું તમારાં સર્વ અદ્‍ભુત કાર્યો વિષે મનન કરું છું; અને તમારે હાથે થયેલાં કાર્યોનું ચિંતન કરું છું.


હે પ્રભુ, તમારા લોકોને ઉગારો, અને તમારા વારસાને આશિષ આપો; તમે તેમનું પાલન કરો અને સાચવો.


એકમાત્ર તે જ આપણા ઈશ્વર છે; આપણે તેમના લોક, તેમની ચરાણનાં ઘેટાં છીએ. “જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!


જો તમે અમારી સાથે ન આવો, તો તમે તમારા લોકો ઉપર તથા મારા પર પ્રસન્‍ન થયા છો તે કેવી રીતે જાણી શકાય? અમારી સાથેની તમારી હાજરીથી જ અમે પૃથ્વીના બીજા લોકોથી અલગ તરી આવીએ છીએ.”


હે મારી પ્રિયતમા, તું કેટલી રૂપાળી અને મોહક છે! બુરખામાંથી તારી આંખો પ્રેમથી ઝળહળે છે. ગિલ્યાદ પર્વત પરથી બકરાંનાં ઊતરી રહેલાં ટોળાંની જેમ તારા વાળ ઊડી રહ્યા છે.


તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે.


તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે.


તારા સંદેશકો મારફતે તેં પ્રભુની નિંદા કર્યે રાખી છે. વળી, તેં કહ્યું છે કે, ‘મેં મારા રથોથી ઊંચા પર્વતો અને લબાનોનના ઊંચા શિખરો સર કર્યાં છે. ત્યાંનાં ઊંચાં ઊંચાં ગંધતરુઓ અને દેવદારનાં ઉત્તમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. હું તેના સૌથી છેવાડાનાં શિખરો પરનાં ગાઢ જંગલોમાં પહોંચી ગયો છું.


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


મને ભજનારા મારા લોકના હક્ક માં શારોન ઘેટાંબકરાંનાં ટોળાં માટેનું ચરિયાણ અને આખોરની ખીણ ઢોરઢાંકના વિસામાનું સ્થળ બની રહેશે.


તેથી હું પ્રભુ કહું છું: “ઊઠો, જે લોકો નિરાંત ભોગવે છે અને પોતાને સલામત માને છે તેમના પર આક્રમણ કરો! તેમનાં નગરોને દરવાજા કે તાળાં નથી અને તેઓ એકલાઅટૂલા વસે છે.


નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.


હે પ્રભુ, તમારી પાસે અમને પાછા લાવો! અમને પાછા લાવો! અમારા પ્રાચીન ગૌરવનું સંસ્થાપન કરો.


હું તમારા ઉપર મનુષ્યો અને પશુઓની વૃદ્ધિ કરીશ. તેમનો વંશવેલો ખૂબ વધશે. હું તેમને પ્રાચીન સમયની જેમ ત્યાં વસાવીશ. અને પહેલાંના કરતાં પણ વધારે સુખસમૃદ્ધિ આપીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


પાળેલાં પ્રાણીઓમાંથી દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, ગણાય. લાકડી વડે જ્યારે પ્રાણીઓની ગણતરી થાય ત્યારે દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, થાય.


પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે ખંડિયેર થયેલા ઘર જેવા દાવિદના રાજ્યની હું પુન:સ્થાપના કરીશ. હું તેની દીવાલોને સમારીને તેની મરામત કરીશ. હું તેને ફરીથી બાંધીશ અને તે પ્રાચીન સમયમાં જેવું હતું તેવું બનાવીશ.


“દક્ષિણ યહૂદિયાના લોકો અદોમનો કબજો લેશે; પશ્ર્વિમના પહાડી પ્રદેશના લોકો પલિસ્તિયા કબજે કરશે. ઇઝરાયલીઓ એફ્રાઈમ અને સમરૂનના પ્રદેશ કબજે કરશે; બિન્યામીનના લોકો ગિલ્યાદને કબજે કરશે.


તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે,


ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.”


હું તેમને ઇજિપ્તમાંથી અને આશ્શૂરમાંથી તેમના વતનમાં પાછા લાવીશ અને તેમને ગિલ્યાદ અને લબાનોનમાં વસાવીશ. આખો દેશ વસ્તીથી ભરપૂર થઈ જશે.


ઘેટાંની લે-વેચ કરનારાઓએ મને ભાડૂતી માણસ તરીકે રાખ્યો અને હું ક્તલ થવાનાં ઘેટાંનો પાળક બન્યો. મેં બે લાકડી લીધી: એકને મેં ‘સદ્ભાવના’ કહી અને બીજીને ‘એક્તા’ કહી. હું ઘેટાંની સંભાળ લેતો.


ત્યારે તો, જેમ ભૂતકાળમાં હતું તેમ, યહૂદિયા અને યરુશાલેમના લોકો જે અર્પણો લાવશે તે પ્રભુને પ્રસન્‍ન કરનારાં હશે.


ખડકોનાં શિખરો ઉપરથી હું તેમને જોઉં છું. પર્વત પરથી હું તેમને નિહાળું છું. એ તો અલાયદી રહેનાર પ્રજા છે, અને બીજી પ્રજાઓ કરતાં પોતાને વિશિષ્ટ ગણે છે.


રૂબેન અને ગાદનાં કુળો પાસે પુષ્કળ ઢોરઢાંક હતાં. તેમણે જોયું કે યાઝેર અને ગિલ્યાદનો પ્રદેશ ઢોર ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે.


’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.


સત્ય દ્વારા તમે પોતાને માટે તેમને અલગ કરો; તમારો સંદેશ સત્ય છે.


તેથી ઇઝરાયલના વંશજો સહીસલામતીમાં રહે છે; જેની ભૂમિ પર આકાશનું ઝાકળ પડે છે એવા ધાન્ય અને દ્રાક્ષાસવની ભરપૂરીવાળા દેશમાં તેઓ વસે છે.


Lean sinn:

Sanasan


Sanasan