Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:11 - પવિત્ર બાઇબલ C.L.

11 હે યરુશાલેમના લોકો, શહેરનો કોટ બાંધવાનો સમય આવી રહ્યો છે. તે સમયે તમારી સરહદ વિસ્તૃત કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દુર જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:11
12 Iomraidhean Croise  

પણ હવે મેં તેમને કહ્યું, “આપણે કેવા ભારે સંકટમાં છીએ તે તમે જાણો છો; એટલે કે યરુશાલેમ ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ અગ્નિથી બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે શહેરનો કોટ ફરીથી બાંધીએ અને આપણી નામોશી દૂર કરીએ.


મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


હવે આમ્મોની ટોબિયા તેની પાસે ઊભો હતો. તે બોલ્યો, “ભલેને તેઓ કોટ બાંધે, એક શિયાળવુંય તેના પર ચડે તોય તે પડી જશે!”


એમ અમે કોટનું બાંધકામ ચાલુ રાખ્યું, અને થોડા સમયમાં તો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી બંધાઈ ગયો; કારણ, લોકો કામ કરવા આતુર હતા.


“હે દુ:ખિત, વાવાઝોડાની થપાટો ખાતી અને દિલાસાવિહોણી યરુશાલેમ નગરી, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ.


તારા તંબુની જગ્યા વિશાળ કર; તારા વસવાટના તંબુના પડદા પ્રસાર; તેનાં દોરડાં લાંબા કર; તેની મેખો સજ્જડ રીતે ઠોકી બેસાડ.


તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.”


તેઓ પ્રાચીન ખંડિયેરોને અને ભંગાર ઇમારતોને ફરીથી બાંધશે, પેઢીઓથી પાયમાલ અને ઉજ્જડ રહેલાં નગરોનું નવનિર્માણ કરશે.


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


Lean sinn:

Sanasan


Sanasan