Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




મીખાહ 7:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ત્યારે મારી દુશ્મન પ્રજા શરમિંદી બની જશે અને “તારો ઈશ્વર પ્રભુ ક્યાં છે” એવું પૂછનારને હું પરાજિત થયેલ અને શેરીના ખૂંદાતા ક્દવની જેમ ખૂંદાતા જોઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે મારી વેરણ જેણે મને કહ્યું, “તારો ઈશ્વર યહોવા ક્યાં છે?” તે તે જોશે, ને શરમથી ઢંકાઈ જશે?” મારી આંખો તેને [ભોંઠો પડેલો] જોશે. હવે ગલીઓના કાદવની જેમ તે પગો તળે ખૂંદાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, “તારા ઈશ્વર યહોવાહ કયાં છે?” એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, મારી આંખો તેઓને જોશે, શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મારા દુશ્મનો આ જોશે અને જેઓ મને એમ કહેતાં હતાં કે, “તારા દેવ યહોવા કયાં છે?” તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે, તેણી રસ્તાના કાદવની જેમ પગ તળે કચડાયેલી જગ્યા બની રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




મીખાહ 7:10
42 Iomraidhean Croise  

હું તેમને કચડું છું અને તેઓ ધૂળ સમાન થઈ જાય છે. શેરીમાંના ક્દવની જેમ હું તેમને રગદોળીને ફંગોળું છું.


મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ.


અન્ય પ્રજાઓ એવું શા માટે પૂછે કે, “તમારા ઈશ્વર ક્યાં છે?”


હું શત્રુઓના ચૂરેચૂરા કરી તેમને પવનથી ઊડી જાય તેવી ધૂળ જેવા બનાવી દઉં છું. એથી વિશેષ, હું તેમને રસ્તા પરના કીચડની જેમ ખૂંદું છું.


મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો.


મારા વેરીઓ જાણે મારાં હાડકાં તોડવા કારી ઘા કરતા હોય, તેમ મને મહેણાં મારે છે. તેઓ મને નિરંતર પૂછયા કરે છે: “તારો ઈશ્વર ક્યાં છે?”


રાતદિવસ મારાં આંસુ જ મારો આહાર થયાં છે. આખો વખત તેઓ મને પૂછયા કરે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”


દુષ્ટોને સજા થતી નિહાળીને નેકજનો હરખાશે. તેઓ દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.


વિધર્મીઓ શા માટે અમને પૂછે કે, “તમારો ઈશ્વર કયાં છે?” તમારા સેવકોનું રક્ત વહેવડાવનાર પ્રજાઓનું અમારી નજર સામે જ વેર વાળો.


નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


“મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે.


પ્રભુ કહે છે: ‘હું તમને બધી પ્રજાઓમાં સૌથી હલકા પાડીશ, અને લોકો તમારી ધૃણા કરશે.


પ્રભુ કહે છે, “છતાં સિયોનમાં આચરેલા અત્યાચારો માટે હું બેબિલોન અને તેના લોકો પાસેથી તમારી આંખો સામે બદલો લઈશ.


પણ તમે કહો છો, ‘અમે અપમાનિત થયા છીએ. અમારી નામોશી થઈ છે. અમે મૂંઝાઈ ગયા છીએ. કારણ, પરદેશીઓએ આવીને મંદિરનાં પવિત્રસ્થાનોનો કબજો લીધો છે.’


તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.”


“તેં યાકોબના વંશજો, તારા ભાઈઓને લૂંટી લઈ તેમને મારી નાખ્યા હોઈ તને સદાને માટે બટ્ટો લાગશે અને તારો સદંતર નાશ થશે.


યહૂદિયાના તારા ભાઈઓની દુર્દશા સામે તારે કિંગલાવું જોઈતું નહોતું. તેમની પાયમાલીના દિવસે તારે ખુશી થવું જોઈતું નહોતું. તેમની વિપત્તિના વખતે તારે તેમની હાંસી ઉડાવવી જોઈતી નહોતી.


ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”


હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે.


પ્રભુએ તારા પરની શિક્ષા અટકાવી દીધી છે; તેણે તારા સર્વ શત્રુઓને દૂર કર્યા છે. ઇઝરાયલનો રાજા, યાહવે તારી સાથે છે. હવે ગભરાવાનું કોઈ કારણ નથી.


યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે.


ઇઝરાયલના લોકો પોતાની નજરે એ જોશે અને કહેશે, “ઇઝરાયલ દેશ બહાર પ્રભુ પરાક્રમ દાખવે છે!”


હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે.


તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ.


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan